ગુજરાતના લોકપ્રિય ગૃહ રાજ્ય મંત્રી અને DyCM હર્ષ સંઘવીએ આજે ડાયમંડ સિટી સુરતમાં ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. મંત્રીએ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢી પરિવાર સાથે પતંગબાજીનો આનંદ માણ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
પરિવાર સાથે માણી પતંગ ચગાવવાની મજા
હર્ષ સંઘવીએ સુરત સ્થિત પોતાના નિવાસસ્થાને પરિવારના સભ્યો સાથે પતંગ ચગાવ્યા હતા. આ ઉજવણીમાં ખાસ વાત એ રહી કે, તેમણે એક આદર્શ પિતા તરીકે પોતાની પુત્રી માટે જાતે પતંગની કિન્યા બાંધી આપી હતી. નેતાના આ સાદગીભર્યા અંદાજે લોકોના દિલ જીતી લીધા હતા. પતંગની ખેંચતાણ અને 'કાપ્યો છે' ના નારાઓ સાથે સંઘવી પરિવારમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.













