• મેંદાથી ઘરે બની જશે આ ખાસ કૂકીઝ
  • ફૂડ કલરની મદદથી પિંક કલરમાં તૈયાર કરો હાર્ટ શેપ કૂકીઝ
  • ટેસ્ટી અને હેલ્ધી કૂકીઝ કરી દેશે પાર્ટનરને ખુશ

વેલેન્ટાઈન ડે પર દરેક વ્યક્તિ પોતાની પ્રિય વ્યક્તિ માટે કંઈક કરવા માંગતુ હોય છે. તમે પણ તમારા પ્રિય વ્યક્તિને સ્પેશિયલ ફીલ કરાવવા માટે ઘરે જ હાર્ટ શેપની કૂકી બનાવીને તેમને સરપ્રાઈઝ કરી શકો ચો. આ કૂકી દેખાવમાં એટલી સુંદર હોય છે કે, કોઈ પણ વ્યક્તિનું મન તેને જોઈને ખુશ થઈ જાય. સાથે જ આ કૂકી સ્વાદમાં પણ ટેસ્ટી હોય છે. તમે ઈચ્છો તો આ કૂકી પર આઈસિંગ દ્રારા તમારા પ્રિયજનનું નામ પણ લખી શકો છો. બસ તો આજે શીખી લઈને સરળ અને સ્વાદિષ્ટ વેલેન્ટાઈન સ્પેશિયલ હાર્ટ શેપ કૂકીની રેસિપી.

સામગ્રી

-300 ગ્રામ મેંદો

-200 ગ્રામ સોલ્ટેડ બટર

-120 ગ્રામ ગોલ્ડન કૈસ્ટર શુગર

-2 ચમચી વેનિલા એસેન્સ

-1/2 ચમચી રોઝ વોટર

-ગુલાબી ફૂડ કલર જરૂર મુજબ

-મેંદો ડસ્ટિંગ માટે

રીત

સૌપ્રથમ તો ઓવનને 170 ડિગ્રી પર પ્રીહિટ કરી લો. ત્યાર બાદ મેંદાને એક મોટા મિક્સિંગ બાઉલમાં ચાળી લો. હવે તેમાં પીગળેલું બટર ઉમેરીને મિક્સરમાં બરાબર ચલાવી લો. ત્યાર બાદ તેમાં ખાંડ, વેનિલા એસેન્સ, રોઝ વોટર, ફૂડ કલર ઉમેરીને ફરીથી મિક્સર ચલાવી લો. એકદમ નરમ કણક તૈયાર કરો. હવૈ તૈયાર થયેલી કણકનો એક તૃત્યાંશ ભાગ લઈને તેને 6મીમીનો વળી લો. વણવા માટે તમે કણકને પહેલા ડસ્ટિંગ પણ કરી લો. તૈયાર થયેલા રોટલામાંથી હાર્ટ શેપના કટરથી કૂકી કટ કરી લો. આ રીતે બધી જ કૂકી તૈયાર કરી લો. હવે એક બેકિંગ ટ્રેને ગ્રીસ કરી લો. તેમાં આ બધી જ કૂકી થોડા-થોડા અંતરે મૂકો. ત્યાર બાદ પ્રીહિટ કરેલા ઓવનમાં તેને 12 મિનિટ માટે બેક કરી લો. તૈયાર છે તમારી સ્વાદિષ્ટ કૂકી. કૂકીને ઠંડી કરીને સર્વ કરો. જો તમે ઈચ્છો તો તેના પર ગાર્નિશીંગ કરવા માટે આઈસિંગ સુગરનો ઉપયોગ કરી શકો છો. જો તમે કલરફૂલ આઈસિંગ કરવા માંગતા હોવ તો, તેમાં મનગમતો ફૂડ રંગ ઉમેરી શકો છો. ત્યાર બાદ તેને સર્વ કરો. 

  • Follow us on: