• પૂજામાં અચૂક રાખો પંચામૃત
  • દહીં, દૂધ, મધ, ઘી, ખાંડથી થશે તૈયાર
  • તમામ 5 વસ્તુના અલગ છે ફાયદા

પંચામૃત સંસ્કૃત શબ્દ છે. હિંદુની સાથે સાથે જૈન પૂજા અને પૂજા અભિષેકમાં ઉપયોગમાં લેવાતા 5 ખાદ્ય પદાર્થોનું મિશ્રણ છે. તેને ખાસ કરીને પૂજામાં અભિષેક કરવામાં અને પછી પ્રસાદના રૂપમાં વહેંચવામાં આવે છે.

આ રીતે બનાવો

પંચામૃત બનાવવા માટે સૌથી પહેલા દહીં, દૂધ, એક ચમચી મધ, ઘી, ખાંડને એક વાસણમાં મિક્સ કરીને સારી રીતે હલાવી લો. આ પછી તમે તેમાં તુલસીના પાનને પણ મિક્સ કરી શકો છો. ભોગ માટે પંચામૃત મિનિટોમાં તૈયાર થઈ જશે.

પંચામૃત આપે છે આ ફાયદા

  • ધન સંપત્તિ માટે પંચામૃતનું છે ખાસ મહત્ત્વ
  • સંતાન પ્રાપ્તિ માટે ગાયના દૂધથી અભિષેક કરવો
  • વાહન કે મકાન સુખ માટે દહીં લાભદાયી
  • ધન પ્રાપ્તિ માટે અને કષ્ટ નિવારણ માટે મધનો ઉપયોગ
  • રોગ શમન, કલ્યાણ અને મોક્ષ પ્રાપ્તિ હેતુથી ઘીનો ઉપયોગ કરાય છે
  • બૌધ્ધિક ક્ષમતા વધારવા માટે તથા સર્વકલ્યાણને માટે ખાંડ મિશ્રિત જળથી અભિષેક કરવો જરૂરી. 

  • Follow us on: