- દીકરીઓની કસ્ટડી મેળવવા પિતા બન્યા માતા
- ઈક્વાડોરમાં પિતાએ કરાવ્યું જેન્ડર ચેન્જ
- ભવિષ્યમાં આ ઘટનાનો ખોટો ઉપયોગ થઈ શકેઃ LGBTQ
એક માતા પોતાના બાળકો માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આ વાતને સાબિત કરનારા તમામ કિસ્સા તમે સાંભળ્યા હશે અને વાંચ્યા પણ હશે. પણ એક પિતા તેમની દીકરીઓને મેળવવા માટે કંઈક એવું કરી ગયા જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. આ કિસ્સો ઈક્વાડોરનો છે. જ્યારે સોશિયલ મીડિયાની મદદથી આ સમાચાર લોકો સુધી પહોંચ્યા તો અનેક લોકો તેને વાંચીને ચોંકી ગયા.
કાયદાકીય રીતે પુરુષે કરાવ્યું જેન્ડર ચેન્જ
ઈક્વાડોરના એક વ્યક્તિએ પોતાની દીકરીઓની કસ્ટડી મેળવવા માટે રજિસ્ટ્રી ઓફિસ જઈને કાયદાકીય રીતે પોતાનું જેન્ડર ચેન્જ કરાવી લીધું છે. પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ તે પોતાની દીકરીઓને પોતાની સાથે રાખવા ઈચ્છતો હતો. પરંતું ત્યાના નિયમ તેને આડે આવતા. 47 વર્ષના રેને સેલિનાસ રામોસ પત્નીથી અલગ થઈ ચૂક્યા છે. તે પોતાની દીકરીઓને ખૂબ પ્રેમ કરે છે. જો કે ઈક્વાડોરના કાયદાના કારણે પણ તે દીકરીઓની કસ્ટડી મેળવી શક્યા નથી. રેનેનું કહેવું છે કે જ્યારે બાળકોની કસ્ટડીની વાત આવે છે ત્યારે તેમના દેશના કાયદામાં પિતાથી વધીને માતાને પ્રાધાન્ય અપાય છે. તેમને લાગ્યું કે પિતા હોવાના કારણે તે દીકરીઓને પોતાની પાસે રાખી શકતા નથી. આ માટે દીકરીઓને માટે તેઓએ કાયદાકીય રીતે પોતાનું જેન્ડર ચેન્જ કરાવ્યું અને મહિલા બની ગયા.

રેનેએ લગાવ્યા ગંભીર આરોપ
રેનેનો આરોપ છે કે તેમની દીકરીઓ પોતાની માતાની સાથે ખરાબ માહોલમાં રહે છે. તેઓએ 5 મહિનાથી દીકરીઓને જોઈ પણ નથી. મળતી માહિતી અનુસાર રેનેએ કહ્યું કે કાયદો કહે છે કે કસ્ટડીનો અધિકાર મહિલાની પાસે છે. તો હવે હું એક મહિલા છું અને એક માતા પણ. તેઓએ વધુમાં કહ્યું મને ખબર છે કે મેં શું કર્યું છે. ધારણા ખોટી છે કે પુરુષ બાળકોની દેખરેખ માથી ઓછી કરી શકે છે. હું પણ દીકરીઓને માતાની જેમ જ પ્રેમ કરું છું અને સુરક્ષા પણ આપી શકું છું. રેનેનું કહેવું છે કે આ દેશમાં એક પિતા હોવું અભિશાપ સમાન છે. અહીં પુરુષોને ફક્ત એક પ્રોવાઈડરના રૂપમાં જોવામાં આવે છે.
LGBTQએ જણાવી ચિંતા
મળતી માહિતી અનુસાર રેનેના જેન્ડર ચેન્જ કરાવવા અંગે LGBTQ કમ્યુનિટીનું માનવું છે કે ભવિષ્યમાં તેનો ખોટો ઉપયોગ થઈ શકે છે. તેમના આ પગલાથી ટ્રાન્સજેન્ડર રાઈટ્સને વેગ આપવા માટે બનાવાયેલા કાયદાને લઈને કમ્યુનિટીમાં ચિંતા પ્રસરી છે.