- ટેસ્ટી પૂરી આપશે ખાસ ટેસ્ટ
- પેટની સમસ્યાની ફરિયાદોમાં મળશે ઝડપથી રાહત
- ચોમાસામાં ચા સાથે આ પૂરી લાગશે મસ્ત
જો તમે રોજરોજના એકસરખા નાસ્તાથી કંટાળી ગયા છો તો તમે બાળકોના લંચબોક્સમાં કે સવારના નાસ્તામાં પરિવારને આ ટેસ્ટી પૂરીની મજા કરાવી શકો છો. અજમાની મદદથી બનેલી આ ક્રિસ્પી ફરસી પૂરીને ગમે તે સમયે તમે ઉપયોગમાં લઇ શકો છો. તેમાંના સામાન્ય મસાલા એક અલગ જ ટેસ્ટ આપે છે. ચા સાથે આ નાસ્તો તમને અલગ જ આનંદ આપશે. આ સાથે અજમો તમારી પેટની સમસ્યાઓને દૂર કરવામાં પણ લાભદાયી રહેશે. ચોમાસાની સીઝનમાં ખાસ કરીને પેટની સમસ્યાની ફરિયાદો વધી જતી જોવા મળે છે. તો જાણો કઈ રીતે બનાવશો આ ટેસ્ટી પૂરી ઘરે.
અજમાવાળી ફરસીપૂરી













