• અડદની દાળના ભજીયાનો હોય છે અલગ જ સ્વાદ
  • ચોમાસાની સીઝનમાં આ ભજીયા રહેશે હેલ્ધી અને ટેસ્ટી
  • જાણો સરળ અને ઝટપટ તૈયાર થતી વાનગીની રેસિપિ

અડદની દાળથી બનતા ખાસ ભજીયા સ્વાદથી ભરપૂર હોવાની સાથે સાથે હેલ્થને માટે પણ ફાયદો કરે છે. વરસાદની સીઝન આવતા જ ભજીયાની ફરમાઈશ શરૂ થાય છે. આ સમયે ચટપટા અને ગરમાગરમ ભજીયા સ્વાદિષ્ટ હોવાથી એક ખાસ ટેસ્ટ આપે છે. ખાસ કરીને ચણાના ભજીયા, મગના ભજીયા કે મેથીના ભજીયા આપણે ત્યાં બનતા હોય છે પણ ચોમાસામાં અડદની દાળના ભજીયાનો સ્વાદ માણી લેવો જરૂરી છે. તો જાણો સરળ વાનગીની રેસિપિ.

સામગ્રી

  • 2 વાટકી સફેદ અડદની દાળ
  • 2 સુધારેલી ડુંગળી
  • 1 ટી સ્પૂન આદુ અને લસણની પેસ્ટ
  • 5-6 નંગ લીલા વાટેલા મરચા
  • 2 ટી સ્પૂન લાલ મરચું
  • 1 ટી સ્પૂન ધાણાજીરું
  • 1 ટી સ્પૂન કસૂરી મેથી
  • 2 ટેબલ સ્પૂન સુધારેલી કોથમીર
  • તળવા માટે તેલ
  • મીઠું સ્વાદ અનુસાર

ભજીયા બનાવવાની રીત

સૌ પહેલા તો દાળ લો અને તેને સાફ કરીને પાણીથી ધોઈ લો. તેને 5-6 કલાક પલાળીને રાખો. નક્કી સમય બાદ દાળને મિક્સરમાં કકરી વાટી લો. તેની પેસ્ટને એક વાસણમાં કાઢો અને તેને સારી રીતે ફેંટી લો. હવે તેમાં ડુંગળી, મરચા અને આદુ લસણની પેસ્ટ,મેથી, કોથમીર, મીઠું તમામ વસ્તુઓ નાંખો અને મિક્સ કરો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં ફટાફટ આ મિશ્રણમાંથી પકોડાના શેપના ભજીયા બનાવો. આ પછી તેને ગોલ્ડન બ્રાઉન થવા દો. ડીપ ફ્રાય થાય પછી તેને એક પ્લેટમાં કાઢો. ભજીયાને લીલી ચટણી કે સોસ કે મરચા સાથે પણ પીરસી શકાશે. 

  • Follow us on: