- હું તમારા લાયક નથી
- તું મારાથી વધુ સારો પાર્ટનર મેળવી શકે છે
- મારા એક્સ વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી
કોઈ તમને પૂછે કે રીલેશનશીપમાં સૌથી મોટું જૂઠાણું શું હોય છે...તો દરેકની પાસે અનુભવના આધારે અલગ અલગ જવાબ હશે. રીલેશનશીપમાં ક્યારેક એવું પણ બને છે કે આપણે સત્ય જાણ્યા બાદ પણ અજાણ બની રહેતા હોઈએ છીએ કેમકે આપણે પાર્ટનરના વિના લાઈફને ઈમેજિન કરી શકતા નથી. અમુક સમય પછી તમે જૂઠાણું સહન કરવા માટે મજબૂત બની જાઓ છો. એવામાં કેટલાક જૂઠાણા એવા હોય છે જે સૌને વધારે દુઃખ પહોંચાડે છે.
જાણો આ કારણો
હું ફક્ત તમને પ્રેમ કરું છું
તમારા પાર્ટનર તમને કેટલો પ્રેમ કરે છે તે જણાવવાની જરૂર રહેતી નથી પરંતુ જો તમે તેમ કહો છો અને તે ખોટું હશે તો તમારા સંબંધમાં તિરાડ આવી શકે છે. આ સમયે એવું બને છે કે તે તમારી સાથે રીલેશનશીપમાં હોવા છતાં અન્ય ઓપ્શનની શોધમાં રહેતા હોય છે.
તું મારાથી વધુ સારો પાર્ટનર મેળવી શકે છે
સારી ભાષામાં બ્રેકઅપની આ સૌથી સરળ રીત છે. દુનિયામાં દરેક વ્યક્તિ બેસ્ટ પાર્ટનર ઈચ્છે છે. એવામાં જો પાર્ટનર આવું બોલે તો સમજી જવું કે તેની લાઈફમાં તમારા સિવાય પણ કોઈને સ્થાન મળવા લાગ્યું છે.
હું તમારા લાયક નથી
આ વાત પોતે જ જૂઠાણું છે કેમકે કોઈ પણ વ્યક્તિ પોતે પોતાનામાં પરફેક્ટ હોતો નથી. આ માટે તમારે પ્રેમ કર્યા બાદ પણ આવું બોલવું પડે તો તમારે સમજી જવું કે તેને તમારી કદર નથી અને રિલેશનશીપમાંથી નીકળવાની આ સૌથી સરળ રીત છે.
મારા એક્સ વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી
દરેક વ્યક્તિનો એક પાસ્ટ હોય છે. પરંતુ આજના કારણે તે ભૂતકાળને યાદ કરતો રહે તે જરૂરી નથી. એવામાં તમારા પાર્ટનર પોતાના એક્સ સાથે સંબંધ રાખીને કહે છે તેની સાથે કોઈ સંબંધ નથી તો તેનાથી વધારે દુઃખદાયક બીજું કંઈ હોઈ શકે નહીં.