• પ્રકૃતિ પ્રેમીઓ માટે છે બેસ્ટ પ્લેસ 
  • દરિયા કિનારો અને કુદરતી સૌંદર્યનો નજારો
  • પરિવાર સાથે પણ વિતાવી શકો છો ક્વોલિટી ટાઇમ

વરસાદી માહોલ શરૂ થતા જ લોકો પ્રકૃતિનો આનંદ માણવા ઇચ્છે છે. કારણ કે ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. ત્યારે આજે આપણે વાત કરીશું એવી જગ્યાની જ્યાં તમે નેચરનો આનંદ માણી શકશો. દરિયાના અફાટ સૌંદર્યને મન ભરીને માણી શકશો. આજે આપણે વાત કરી રહ્યા છે અંદામાન નિકોબાર દ્વિપની. અહીં એટલા બધા દરિયા કિનારા છે કે તમે એમ થાય કે કયો જોવો ને કયો નહી. પરંતુ આજે આપણે કેટલાક પરફેક્ટ ડેસ્ટિનેશન વિશે વાત કરીએ.

આંદામાન અને નિકોબાર ટાપુઓ

જો તમે નવા પરણેલા છો, તો તમે તમારા જીવનસાથી સાથે આંદામાન અને નિકોબાર આવી શકો છો. અહીં તમે વોટર સ્પોર્ટ્સ અને પાણી સંબંધિત દરેક પ્રવૃત્તિનો આનંદ માણી શકો છો. અહીં તમે કપલ ફોટોશૂટ પણ કરાવી શકો છો. ફોટો શૂટ માટે પણ આ બેસ્ટ પ્લેસ છે. જો તમે આખરે આંદામાન અને નિકોબાર આવવાનું આયોજન કર્યું છે.

રાધાનગર બીચ

રાધાનગર બીચ વિશ્વના સૌથી સુંદર બીચમાંથી એક માનવામાં આવે છે. અહીં તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે સારો સમય વિતાવી શકો છો અને સમુદ્રના મોજાનો આનંદ લઈ શકો છો. ફોટોશૂટ માટે પણ આ એક સારી જગ્યા છે.

પોર્ટ બ્લેર

આ સિવાય તમે પોર્ટ બ્લેર જઈ શકો છો. તે ટાપુ જૂથની રાજધાની છે. અહીં જતાં જ તમને અનેક ઐતિહાસિક સ્થળો અને મ્યુઝિયમ જોવા મળશે. અહીં તમને ઘણી વસ્તુઓ વિશે જાણવા મળશે. તમે અહીં તમારી સફરને યાદગાર બનાવી શકો છો.


માઉન્ટ હેરિયેટ

તમે માઉન્ટ હેરિયેટની પણ મુલાકાત લઈ શકો છો. તમને જણાવી દઈએ કે આ ટાપુ સમૂહનો સૌથી ઉંચો પર્વત છે અને અહીંનો નજારો તમારી સફરને વધુ ખાસ બનાવશે. અહીં પહોંચવા માટે તમારે 16 કિલોમીટર ચડવું પડશે.


રાજીવ ગાંધી વોટર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

તમે આંદામાન પ્રવાસ દરમિયાન રાજીવ ગાંધી વોટર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત પણ લઈ શકો છો. અહીં તમને વોટર સ્પોટ્સ સંબંધિત ઘણી પ્રવૃત્તિઓ કરવા મળશે. તમે અહીં તમારા મિત્રો અને પરિવાર સાથે કેટલીક યાદગાર ક્ષણો વિતાવી શકો છો.

આ સ્થળોની મુલાકાત લો

આ સિવાય જો તમારો પ્રવાસ લાંબા સમય માટે છે, તો તમે બરાટાંગ આઇલેન્ડ, લિટલ આંદામાન, સેલ્યુલર જેલ, નીલ આઇલેન્ડ, હેવલોક આઇલેન્ડ વગેરે સ્થળોની મુલાકાત લઇ શકો છો અને તમારી સફરને યાદગાર બનાવી શકો છો.


  • Follow us on: