• રોડ ટ્રિપની મજા કંઇક ઓર જ હોય છે
  • બાય રોડ ફરવા જવામાં થાય છે અલગ જ અનુભવ
  • નેચરને નજીકથી જોવાનો મળે છે લ્હાવો

રોડ ટ્રિપ્સની મજા કંઇક અલગ જ હોય છે. તમે રોડ ટ્રિપ દરમિયાન પરિવાર, મિત્રો સાથે સમય વિતાવી શકો છો. એકબીજા સાથે વાતો કરવી, મોજ મસ્તી કરતા કરતા ગંતવ્ય સ્થળે પહોંચવાનો પણ આગવો આનંદ છે. હાઇવેના ઢાબા પર સાથે ખાવુ, એકબીજાના ગમતા ગીતો સાંભળવા અને બીજુ ઘણુ બધુ કે જે આપણે રૂટિન લાઇફમાં કરી શકતા નથી. કારણ કે સમય હોતો નથી. ત્યારે રોડ ટ્રિપ પર જો તમે જવા માંગો છો તો આવો તમને જણાવીએ કયા પ્લેસ રોડ ટ્રિપ માટે બેસ્ટ છે.

મુંબઇથી પુણે

મુંબઈ પુણે એક્સપ્રેસ વે મહારાષ્ટ્રનો ખૂબ જ સુંદર રસ્તો છે. લીલોતરી તથા અમુક અમુક અંતરે તમને નાના જળાશયો પણ જોવા મળશે. તમે ફેમિલી સાથે જાઓ કે પછી મિત્રો સાથે. આ રસ્તા પર તમને મજા પડી જશે.

  • આ રસ્તેથી જાઓ: મુંબઈ-પનવેલ-લોનાવાલા-એમબી વેલી-પુણે
  • કેટલુ થાય છે અંતર: 200 કિમી

બેંગ્લોર થી મૈસુર

કામ કરતા લોકો માટે આ એક સરસ રોડ ટ્રીપ છે જેઓ ફક્ત વીકેન્ડમાં જ ફ્રી હોય છે. બેંગ્લોરથી મૈસુર જવામાં માત્ર 5 કલાક જ લાગે છે. 5 કલાકનો રસ્તો ખૂબ જ સરસ અને સુંદર છે. આ માર્ગ પરની હરિયાળી જોઈને તમારું દિલ ખુશ થઇ જશે. અહીં રસ્તામાં આવતા ઢાબાઓ તો એક નંબર. ફૂડમાં મજા પડી જશે.

  • આ રસ્તેથી જાઓ: બેંગ્લોર- રામનગર- ચન્નાપટના- શ્રીરંગપટના- મૈસુર.
  • કેટલુ થાય છે અંતર: 145 કિમી

ગુવાહાટી થી શિલોંગ

જો તમે હજુ પણ ઉત્તર પૂર્વની સુંદરતાથી વંચિત છો તો આ માર્ગ તમારી આંખો ખોલી દેશે. આ માર્ગ વિશાળ પહાડો, હરિયાળી અને સફેદ યાકથી ભરેલો છે. શિલોંગ પાઈન વૃક્ષોથી ઘેરાયેલું એક નાનું પહાડી શહેર છે

  • આ રસ્તેથી જાઓ: ગુવાહાટી - નોંગપોહ - ઉમિયામ - શિલોંગ
  • કેટલું અંતર : 110 કિમી

જયપુર થી અજમેર

રાજધાનીથી લઈને રજવાડા સુધી, આ માર્ગ દરેકની બકેટ લિસ્ટમાં છે. આ પ્રવાસ ખૂબ જ અલગ છે, અસંખ્ય રંગોથી લઈને રણ સુધી બધું જ દેખાશે. રસ્તાઓ એકદમ સ્વચ્છ છે, તેથી હવે તમારી પાસે અહીં ન જવા માટે કોઈ બહાનું નથી.

  • આ રસ્તેથી જાઓ: જયપુર-સંભાર-રૂપનગઢ-કિશનગઢ-અજમેર
  • કેટલુ અંતર: 175 કિમી

ચેન્નઈ થી પોંડિચેરી

આ બે શહેરો વચ્ચે મુસાફરી કરો અને ઇસ્ટ કોસ્ટ રોડ પર આ માર્ગનો આનંદ લો. તે સૂર્યપ્રકાશ અને અસંખ્ય જળાશયોનો 150 કિમી લાંબો વિસ્તાર છે. આ રૂટને દક્ષિણ ભારતમાં ખૂબ જ સુંદર રૂટ માનવામાં આવે છે. મહાબલીપુરમ, અલંબરા કિલ્લો અને કલ્પક્કમ ન્યુક્લિયર ફેસિલિટી રસ્તામાં જોવા માટેના શ્રેષ્ઠ સ્થળો છે.

  • આ રસ્તે જાઓ : ચેન્નાઈ - મહાબલીપુરમ - ઇદયાકારિનાડુ - પોંડિચેરી
  • કેટલું અંતર: 160 કિમી


  • Follow us on: