પ્રેગનન્સીમાં સામાન્ય રીતે મહિલાઓને પરિવારના લોકો દ્વારા અઘરા કાર્યો કરવાની ના પાડવામાં આવે છે. પરંતુ હાલમાં 39 મહિનાની એક પ્રેગનન્ટ બેંગુલુરની મહિલાનો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. જેમાં બેંગલુરુની આ ગર્ભવતી મહિલા પ્રેગનન્સીમાં અઘરા યોગાસન કરી રહી છે. જે જોઈ યુઝર્સ પણ ચોંકી ઉઠયા. આ અદભુત અને ચોંકાવનારા વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. ૩૯ અઠવાડિયાનો (૯ મહિના) ગર્ભ હોવા છતાં આ મહિલા જે રીતે જટિલ યોગાસનો કરી રહી છે, તે જોઈને યુઝર્સની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળે. કેટલાક લોકો આને મહિલાની શક્તિ અને શિસ્ત ગણાવી રહ્યા છે, તો કેટલાક આને બાળક માટે બિનજરૂરી જોખમ ગણાવી ટીકા કરી રહ્યા છે.
39 અઠવાડિયાની ગર્ભવતીએ મહિલાએ યોગ કરતાં મચી ચકચાર
ગર્ભાવસ્થાના આ અંતિમ તબક્કામાં આ મહિલા સાડી પહેરીને અત્યંત મુશ્કેલ ગણાતું 'ચક્રાસન' (વ્હીલ પોઝ) સહિતના અન્ય આસનો કર્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં ૨૧ મિલિયન (૨.૧ કરોડ) થી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે અને તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ પર મહિલાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે આ કામ તેમની વર્ષોની સખત તાલીમનું પરિણામ છે. મહિલા પોતે અન્ય પ્રેગનન્ટ મહિલા અથવા અન્ય લોકોને આ કરવાની સલાહ નથી આપી.
કોઈપણ કસરત કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો
આ પોસ્ટ શેર કરવા સાથે મહિલાએ લખ્યું, "૩૯ અઠવાડિયા એટલે કે ૯ મહિના. અને આ મારી વાસ્તવિકતા છે. લોકો માત્ર પોઝ જુએ છે, પરંતુ આ કરવા માટે મેં મારા શરીરમાં જે શક્તિ, જાગૃતિ, ધીરજ અને વિશ્વાસ કેળવ્યો છે, તેના પાછળના વર્ષો કોઈ જોઈ શકતું નથી. ગર્ભાવસ્થા કંઈ સાબિત કરવા માટે નથી, તે માત્ર એવી હલનચલન સાથે જોડાયેલા રહેવાની પ્રક્રિયા છે જે મને સારી ફીલ કરાવે." આ સાથે જ તેમણે ડિસ્ક્લેમર આપતા લખ્યું કે દરેક ગર્ભાવસ્થા અલગ હોય છે, તેથી કોઈપણ કસરત કરતા પહેલા ડૉક્ટરની સલાહ અચૂક લેવી.
સોશિયલ મીડિયા પર ટીકા અને પ્રશંસા
જોકે, આ ચેતવણી છતાં ઘણા યુઝર્સ આ વીડિયો જોઈને નારાજ થયા હતા અને કમેન્ટ સેક્શનમાં પોતાનો રોષ ઠાલવ્યો હતો. એક યુઝરે લખ્યું "શું આ બાળક માટે સુરક્ષિત છે? માત્ર વ્યુઝ મેળવવા માટે આવું ન કરો, તમારા બાળકનો વિચાર કરો." તો એક મહિલા યુઝરે કહ્યું, "હું તમારી પ્રતિભાની કદર કરું છું, પણ ગર્ભાવસ્થાનું આવું પ્રદર્શન મને યોગ્ય નથી લાગતું. એક ગર્ભવતી તરીકે મને આ અપમાનજનક લાગ્યું. આ ટીકાઓ સાથે બીજી તરફ, મોટી સંખ્યામાં લોકો આ મહિલાની પ્રસંસા કરી રહ્યા છે. યુઝરે તેમના આ કામની પ્રશંસા કરતા લખ્યું જો ગર્ભવતી મહિલા આસનો કરવામાં કમ્ફર્ટેબલ હોય, તો યોગ તેના સ્વાસ્થ્ય માટે ઉત્તમ સાબિત થાય છે."
આ પણ વાંચો : Exercise And Fertility: વધુ પડતી કસરતથી છીનવાઈ શકે છે માતા-પિતા બનવાનું સુખ
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )