9 ઓગસ્ટ 2025 શનિવારે સમગ્ર દેશે ભાઇ બહેનના પવિત્ર પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધનની ઉજવણી ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવી. દરેક બહેના પોતાના ભાઇના ઘરે જઇને આ પવિત્ર તહેવારની ઉજવણી કરી.આ દિવસે બહેન ભાઇની હાથ પર રાખડી બાંધી ભાઇનો ઓવારણા લઇને ભગવાન પાસે તેની પ્રગતિની પ્રાર્થના કરે છે. હવે પ્રશ્ન એ ઉભો થાય કે આ રાખડી ક્યાં સુધી કાંડા પર રાખવી અને ઉતારવી ક્યારે તેને કેવી રીતે ઉતારવી. આવો આ લેખ દ્વારા જાણીએ રાખડી ક્યારે કાઢવી અને તેને ઉતાર્યા બાદ શું કરવુ?


રાખડી ક્યારે ઉતારવી જોઇએ

શાસ્ત્રોમાં રાખડી ઉતારવાનો નિશ્ચિત સમય અને નિયમો વિશે સ્પષ્ટ પણે કોઇ ઉલ્લેખ કર્યો નથી. પરંતુ ધર્મ વિશેષજ્ઞોનું માનવુ છે કે બહેનના રાખડી બાંધ્યાના ઓછામાં ઓછા 24 કલાક સુધી આ રાખડી બાંધી રાખવી જોઇએ. 24 કલાક બાદ કોઇ પણ શુભ મુહૂર્તમાં તમે તે રાખડીને ઉતારી શકો છો. પરંતુ આ પહેલાં રાખડી નીકાળી દેવી શુભ માનવામાં આવતુ નથી.સાથે જ સંબંધમાં દૂરી આવે છે.

આ તિથિઓ પર ઉતારી શકો છો રાખડી

કોઇક જગ્યાઓ પર કૃષ્ણ જન્માષ્ટમી અથવા દશેરાના દિવસે રાખડી ઉતારવાની પરંપરા છે. અન્ય માન્યતાઓ અનુસાર રાખડીને પૂરાં 15 દિવસ બાદ ઉતારવી જોઇએ. તો ઘણાં લોકો તેને આખું વર્ષ બાંધીને રાખે છે. રાખડીને બ્રહ્મ મુહૂર્તમાં પહેલાં તેને ઉતારે છે અને પછી શુભ મુહૂર્તમાં બહેના પાસે નવી રાખડીને બંધાવે છે. જોકે શાસ્ત્રો પ્રમાણે આટલાં લાંબા સમય સુધી રાખડીને પહેરી રાખવુ પણ શુભ નથી.

રાખડી ઉતાર્યા બાદ શું કરવુ?

રાખડી ઉતાર્યા બાદ રાખડીને ક્યારેય પણ ઘરમાં ન રાખો, પરંતુ તેને વહેતા પાણીમાં વહાવી દો.જો પાણીમાં વહાવી નથી શકતાતો તમે રાખડીને ઝાડ સાથે 1 રૂપિયાનો સિક્કો લઇને સાથે બાંધી પણ શકો છો. જેનાથી તમને પાપ નહીં લાગે અને નકારાત્મક ઉર્જા પણ તમારાથી દૂર રહેશે. જો રાખડી એ પહેલાં તૂટી જાય છે તો આવી પરિસ્થિતિમાં તમે તેને તુલસીના કુંડામાં પણ મૂકી શકો છો. જે લોકો પોતાના બહેનની યાદમાં રાખડીને સાથે રાખવા ઇચ્છે છે તો લાલ કપડાની પોટલી બાંધીને તેમાં રાખી શકે છે. પરંતુ તે પોટલી સુરક્ષિત સ્થાન પર અથવા ઘરમાં મંદિરમાં રાખી શકે છે.

Disclaimer- આ લેખ માત્ર તમારી જાણ માટે છે સંદેશ ન્યુઝ આની પુષ્ટિ નથી કરતુ. 

  • Follow us on: