વધતા વજનની જેમ યુવાનોમાં આજે સફેદ વાળની સમસ્યા વધુ જોવા મળે છે. પહેલાના સમયમાં સામાન્ય રીતે 50 વર્ષ બાદ વાળ સફેદ થતા હતા. જ્યારે આજે ખરાબ ખાનપાનની આદત અને અનિયમિત જીવનશૈલીના કારણે 20 વર્ષ અને તેનાથી નીચેની ઉંમરના બાળકોમાં વાળ વહેલા સફેદ થવાની સમસ્યા જોવા મળી છે. વાળ વહેલા સફદે થવા પાછળ વિટામિનની ઉણપ હોઈ શકે છે. આ માટે પૌષ્ટિક આહારની સાથે તમે આ ટિપ્સ જરૂર ટ્રાય કરો.


સફેદ વાળની સમસ્યા થશે દૂર

યુવાનો વહેલા થતા સફેદ વાળની સમસ્યા દૂર કરવા નાળિયેર તેલનો ઉપયોગ શ્રેષ્ઠ ઉપચાર રહેશે. આ ઉપરાંત નાળિયેર તેલની સાથે લીમડા અને મેથીના દાણા લેવામાં આવે તો આશ્ચર્યજનક રીતે ફાયદો થશે. તમે આ ખાસ તેલ બનાવી માથામાં તેની માલિશ કરો અને 12 કલાકથી વધુ વાળમાં આ ખાસ તેલને રહેવા દો. આમ, કરવાથી સ્કાલપને પોષણ મળશે અને તમારા વાળ કાળા અને લાંબા તો થશે સાથે જ ગ્રોથ પણ વધશે.

આ સ્પેશિયલ તેલ સફેદ વાળ માટે બેસ્ટ

નાળિયેરનું આ સ્પેશિયલ તેલ બનાવવા લોખંડના તપેલામાં દોઢ કપ વર્જિન નારિયેળ તેલ નાખી ધીમા તાપે ગરમ કરી લો. પછી તેમાં 1 કે 2 લીમડાના પાન અને 4 ચમચી મેથીના દાણા ઉમેરી થોડીવાર તેલને ઉકાળો. આ વસ્તુઓ સાથે 15 મિનિટ તેલ ગરમ કર્યા બાદ તેમાં 5 ચમચી આમળા પાવડર ઉમેરી ફરી 2 મિનિટ ગરમ કરો. લીમડાના પાન કાળ થઈ જાય અને તેલમાંથી ધુમાડો નીકળે ત્યારે ગેસ બંધ કરી લો. તેલ ઠંડુ થાય એટલે તેને ગાળીને કાચની બોટલમાં ભરી સપ્તાહમાં બે થી ત્રણ વખત માલિશ કરો.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: