સુંદર ત્વચા હોવા છતાં કયારેક ચહેરા પરનું તેજ ગાયબ હોય છે. ત્વચાની ચમક દૂર થવાના અનેક કારણો હોઈ શકે છે. સામાન્ય કારણોમાં ત્વચા પ્રદૂષણયુક્ત હવાના કણમાં સંપર્કમાં આવે છે, તેમજ માનસિક તણાવ, કોઈ એલર્જી અથવા તો ત્વચાની કેર ના કરાતા ચહેરાની સુંદરતા ઝાંખી પડે છે. બ્યુટી નિષ્ણાતે ત્વચામાં નિખાર લાવવા સરળ ટીપ્સ આપી છે જેને ફોલો કરવાથી ચહેરા પર જાદુઈ અસર દેખાશે.


બ્યુટિ એક્સપર્ટની ટીપ્સ : ફક્ત ગોરા લોકો જ સુંદર હોય તેવું નથી. ભારતમાં મોટાભાગના લોકોની સ્કીન ઘંઉવર્ણી એટલે કે મિશ્ર ત્વચા હોય છે. એટલે જો યોગ્ય રીતે સ્કીન કેર કરવામાં આવે તો ચહેરામાં નિખાર આવશે. આ માટે સવારે પથારીમાં ઉઠ્યા પછી તરત જ તમે સાદા પાણીથી ચહેરો ધોઈ નાખો. ત્યારબાદ બીજું કામ નરમ હાથે કોઈપણ ફેશવોશ લઈ ચહેરા પર મસાજ કરો. અને ફેસવોશનો ઉપયોગ કર્યા બાદ પછી હળવું ટોનર લગાવો. ત્રીજું કામ મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન લગાવવાનું છે. 

આ ફાયદો થશે

ચહેરો ધોવાથી ત્વચા પરની ધૂળ દૂર થઈ જશે. અને ત્યારબાદ તમે ચહેરા પર ફેશવોસ કરશો તેનાથી રક્ત પરિભ્રમણ થવાના કારણે બંધ છિદ્રો ખુલશે અને અંદર રહેલ મેલ દૂર થશે. ત્યારબાદ તમે ટોનર લાગવો છો તેનાથી આ ડેડસેલ બંધ થવાથી ત્વચા સાફ થશે અને ચમક આવશે. મોઇશ્ચરાઇઝર ત્વચાને હાઈડ્રેટ રાખશે અને શુષ્કતાથી બચાવશે. જ્યારે સનસ્ક્રીન લોશન સૂર્યના હાનિકારક યુવી કિરણોથી રક્ષણ આપશે લાંબા સમય સુધી તમે ત્વચામાં ચમક જાળવી રાખવા માંગતા હોવ તો આ સ્ટેપ્સ જરૂર ફોલો કરો. આ સામાન્ય કામથી ત્વચા નરમ અને મુલાયમ બનશે અને તમે તાજગીનો અનુભવ કરશો.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: