ગ્લોઈંગ સ્કીન મેળવવા બ્યુટી પાર્લરની મુલાકાત કરીએ છીએ. અનેક વખત એવું પણ જોવા મળે છે કે કેટલીક યુવતીઓની ત્વચા સુંદર હોય છે પરંતુ ચહેરા પર નૂર દેખાતું નથી. ત્વચા સુંદર હોવા છતાં પ્રદૂષણ અને સ્વાસ્થ્ય સમસ્યાના કારણે ચહેરાની ચમક દૂર થઈ જાય છે. મોંઘી ક્રીમ અથવા બ્યુટી પાર્લર ગયા વગર તમે ગ્લોઈંગ સ્કીન મેળવી શકો છો. આ ઘરેલુ ઉપચારથી ફક્ત 7 દિવસની અંદર તમે ગ્લોઈંગ સ્કીન મેળવી શકશો. બસ, આ ફેસપેક બનાવો અને મેળવો સુંદર ત્વચા.
ગ્લોઈંગ સ્કીન માટે ફેસપેક
આ ફેસ પેક બનાવવા માટે ઘરના રસોડામાંથી જ સામગ્રી મળી રહેશે. દૂધપાક અને મગજ જેવી મીઠાઈમાં ઉપયોગમાં લેવાતી ચીરોન્જી કે જેની ચારોળી કહીએ છીએ તે ત્વચાની સુંદરતાનો શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર છે. ફેસપેક બનાવવા તમારે ચારોળીનો ઉપયોગ કરવાનો છે. દૂધમાં ચારોળી પલાળીને તેની પેસ્ટ બનાવો અને આ પેસ્ટમાં એક ચમચી એલોવેરા જેલ, એક ચમચી ગ્લિસરીન અને એક ચમચી ગુલાબજળ ઉમેરી લો. તૈયાર થઈ ગયું ગ્લાઈંગ સ્કીન માટેનું ફેસ પેક. ચહેરો સાદા પાણીથી ધોયા બાદ આ ફેસ પેક લગાવો અને અડધા કલાક માટે રહેવા દો. ત્યારબાદ હળવા હાથે સ્ક્રબ કરી ચેહરો પાણીથી ધોઈ લો. તમે આ ફેસ પેકને 7 દિવસ સુધી લગાવશો તો ઐશ્વર્યા રાય જેવી સુંદર ત્વચા મેળવી શકશો.
ત્વચાની સુંદરતા માટે રાખો ધ્યાન
ત્વચા સુંદર બનાવવા આ ફેસપેક અસરકારક ઘરેલુ ઉપચાર સાબિત થશે. આ ઉપરાંત તમે કાળા ડાઘ દૂર કરવા બટાકાનો રસ તેમજ ચણાનો લોટ, હળદર અને દહીંની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવી શકો છો.ચહેરા પર ખીલની સમસ્યા હોય તો એલોવેર જેલ બેસ્ટ રેમેડી છે. તમે લીમડાનો ફેસ પેક પણ લગાવી શકો છો. ત્વચાની જુદી-જુદી સમસ્યા માટે આ ઘરેલુ ઉપચારથી લાભ થશે. આ ઉપરાંત સુંદર ત્વચા માટે બોડી હાઈડ્રેટ રહે માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવો, તેમજ સારી ઉંઘ લો અન પૌષ્ટિક આહારનું સેવન કરો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )