રક્ષાબંધન તહેવારમાં બ્યુટી પાર્લરની મુલાકાત ના લઈ શકો તો ચિંતા ના કરશો. તહેવારમાં ત્વચા ચમકદાર અને ચહેરો સુંદર બનાવવા ઘરે જ ગોલ્ડન ફેશિયલ કરી શકો છો. તમે ઘરે સરળ રીતે ગોલ્ડન ફેશિયલ બનાવી શકો છો. આ ફેશિયલ ત્વચાને ઈનસ્ટન્ટ ગ્લો આપશે. આ ફેશિયલ કરવાથી તમારી ત્વચા વધુ સોફ્ટ અને બ્રાઈટ બનશે. ખાસ કરીને તમે કોઈ પાર્ટી કે ફંકશન પહેલાં આ ફેશિયલ ટ્રાય કરી શકો છો. તમને આ ફેશિયલના step-by-step રીત જણાવીશ.


ફેસિયલ માટેની સામગ્રી

કાચું દૂધ, બેસન અથવા ઘઉં કે ચોખાનો લોટ, મધ, તુલસીના પાન, ઓલિવ ઓઈલ અથવા નારિયેળનું તેલ, દહીં, ચંદન પાવડર અને હળદર. ચહેરા પર કલીન્સર કરવા લીમડાનું પાણી. અને સ્કીન ગ્લો કરવા કેસર અથવા લીંબુનો ઉપયોગ.

ફેસિયલ સ્ટેપ-બાય-સ્ટેપ

સ્ટેપ-1 ક્લીન્સિંગ : સૌ પ્રથમ ત્વચા સાફ કરવા અને ધૂળ, તેલ અને મેકઅપ દૂર કરવા ક્લેન્સિંગ કરો. આ માટે કાચુ દૂધ અને લીમડાનું પાણી લો. કોટન રૂ આ પાણી કે દૂધમાં બોળી ચહેરા પર ફેરવો. પછી હળવો મસાજ કરી સાદા પાણીથી ધોઈ નાખો.

સ્ટેપ-2 સ્ક્રબિંગ :ત્વચમાં રહેલ ડેડ સેલ દૂર કરવા અને પોર્સ ખોલવા સ્ક્રબિંગ કરો. આ માટે 1 ચમચી બેસન, 1 ચમચી દહીં અને ચપટી હળદર તમામને મિશ્ર કરી ચહેરા પર લગાવો. 5 થી 7 મિનિટ મસાજ કર્યા બાદ પાણીથી ચહેરો સાફ કરો.

સ્ટેપ-3 મસાજ : મસાજ માટે એક વાસણમાં 1 ચમચી દહીં, 1 ચમચી શહદ અને ટી સ્પૂન જેટલું ઓલિવ ઓઈલ લઈ તમામ સામગ્રીને મિક્સ કરી લો. આ મિશ્રણને 10 મિનિટ સુધી નરમ હાથે ચહેરા પર મસાજ કરો. તમે ગળાથી લઈને કપાળ સુધી આ મિશ્રણ લગાવી મસાજ કરી કોટનના રૂમાલથી ચહેરા સાફ કરી લો. ચહેરા પર આ રીતે મસાજ કરવાથી રક્ત સંચાર વધશે અને ત્વચામાં તાજગી આવશે.

સ્ટેપ-4 ગોલ્ડન ફેસિયલ પેક : ત્વચામાં ઈન્સ્ટન્ટ ગ્લો લાવવા ઘરે ગોલ્ડન પેક બનાવો. આ માટે 1 ચમચી ચંદન પાવડર, ટી સ્પૂન હળદર, ચપટી કેસર અને થોડો લીંબુનો રસ લઈ પેક તૈયાર કરવો. ચહેરામાં નરમાશ માટે તમે કેળાનો પણ ઉપયોગ કરી શકો છો. આ પેકને ચહેરા પર 15–20 મિનિટ સુધી લગાવી રાખો. આ પેક સૂકાઈ જાય પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

સ્ટેપ-5 ટોનર : ત્વચાને બંધ પોર્સથી સુરક્ષિત કરવા માટે ટોનર તરીકે રોઝ વોટરનો ઉપયોગ કરો. ચહેરા પર રોઝ વોટર સ્પ્રે કરો. અને પછી લાઇટ મોઈસ્ચરાઈઝર લગાવો. થોડીવાર બાદ ચહેરા ઠંડાપાણીથી સાફ કરી લો. આ ફેસિયલથી ત્વચામાં તેજ આવશે વધુ કોમળ બનશે.

  • Follow us on: