ચૈત્રી નવરાત્રીનો તહેવાર શ્રદ્ધા અને ભક્તિ સાથે સંકળાયેલો છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 19 માર્ચથી શરૂ થાય છે. આ નવ દિવસના તહેવાર દરમિયાન, ભક્તો ઉપવાસ કરે છે અને દેવી દુર્ગા માતાની આરાધના કરે છે. જોકે, ઘણીવાર ઉપવાસ દરમિયાન ખોરાક વિશે યોગ્ય માહિતીના અભાવે, લોકો પોષણ સાથે સમાધાન કરે છે. ઘણીવાર, લોકો ફક્ત પેટ ભરવા માટે તળેલા અથવા સ્ટાર્ચવાળા ખોરાક ખાય છે, જે શરીરને જરૂરી વિટામિન્સ, ખનિજો અને ઊર્જાથી વંચિત રાખે છે. અમે તમને જણાવીશું કે નવરાત્રીના ઉપવાસ દરમિયાન તમારે તમારી થાળીમાં ચોક્કસપણે શું શામેલ કરવું જોઈએ.


ચૈત્રી નવરાત્રીમાં ફરાળી આહાર માટે શ્રેષ્ઠ ડાયટ પ્લાન

ફરાળી લોટ અને અનાજ: સવારના ભોજનમાં તમે રાજગરો અને શિંગોડાનો લોટનો ઉપયોગ તમે ભાખરી, પરાઠા અથવા પૂરી માટી કરી શકો છો. પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર છે આ બંને લોટ. તમે રાજગરાના લોટની પુરી અથવા થાલીપીઠ બનાવી શકો છો. કેટલાક લોકો છાશમાં શિંગોડાનો લોટ ઉમેરી તેની ફરાળી કઢી પણ બનાવે છે.

મોરૈયો (સામો): ખીચડી કે રાબ બનાવવા માટે મોરૈયો શ્રેષ્ઠ છે. તે પચવામાં હલકો અને શક્તિવર્ધક છે. મૌરેયાની ખીચડી સાંજે દહી અથવા છાશ સાથે ખાવાથી પાચન સમસ્યા પણ થશેનહીં.

રાજગરાનો શીરો : સવારના ભોજનમાં શાકભાજી સાથે ગળપણમાં તમે રાજગરાનો શીરો ખાઈ શકો છો. રાજગરનો લોટ શરીરને ઠંડક આપે છે.  શીરો ઉપવાસમાં ખવાતી લોકપ્રિય વાનગી છે. ખાસ કરીને જે લોકોને ગળપણ વધુ પસંદ છે તેઓ દરેક ઉપવાસમાં રાજગરાનો શીરો જરૂર ખાય છે. 

શાકભાજી : બાફેલા બટાકાનું શાક કે સૂકી ભાજી ઉર્જાનો સારો સ્ત્રોત છે. દૂધીનું શાક કે બાફેલા શક્કરિયા પૌષ્ટિક અને ફાઈબરથી ભરપૂર હોય છે. તમે શાકભાજીમાં બટાકા અને શકકરિયાનું મિક્સ શાક ખાઈ શકો છો. સૂકી ભાજી ઉપવાસમાં ખવાતી સૌથી લોકપ્રિય વાનગી છે. અનેક લોકો નાસ્તામાં શક્કરિયા બાફીને ઉપર સંચળ નાખીને ખાય છે.

ડેરી પ્રોડક્ટ્સ (દૂધની બનાવટો) : દહીં અને છાશ તમે ફરાળી ખીચડી અથવા સૂકી ભાજી સાથે લઈ શકો છો. આ બંને વસ્તુ પાચન માટે શ્રેષ્ઠ છે અને શરીરને ઠંડક પણ આપશે. કયારેક ગરમીમાં એસિડિટી થતી હોય તો શરીરની એસિડીટી દૂર કરશે.  આ સિવાય તમે પ્રોટીન માટે પનીરનું શાક કે ગ્રીલ્ડ પનીર લઈ શકો છો.

ડ્રાય ફ્રૂટ્સ અને ફળો : ફળો: કેળા, સફરજન, તરબૂચ અને પપૈયું જેવા ફળો લેવા જોઈએ જેથી શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે. ઉપવાસમાં તાત્કાલિક ઉર્જા મેળવવા તમે બદામ, અખરોટ અને મખાણા (Lotus Seeds)ને હેલ્ધી સ્નેક્સ તરીકે લઈ શકો છો.

ઉપવાસમાં રાખો શરીરનું ધ્યાન

ઉપવાસનો અર્થ ફક્ત ખોરાક છોડી દેવાનો નથી, પરંતુ યોગ્ય અને સંતુલિત આહાર દ્વારા શરીરને ડિટોક્સિફાઇ કરવાનો પણ છે. ચૈત્ર નવરાત્રીના ઉપવાસ દરમિયાન શરીરને ઉર્જાવાન અને હાઇડ્રેટ રાખવા માટે સાત્વિક આહાર લેવો ખૂબ જ જરૂરી છે. ઉપવાસમાં જો તમે વારંવાર તળેલા ફરાળી નાસ્તા ખાશો તો તબિયત વધુ બગડશે. એટલે જ તમારી ઉપવાસની થાળીમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે જે ફક્ત ઉર્જા જ નહીં પરંતુ શરીરને પોષણ પણ આપે છે.


આ પણ વાંચો : આ સીઝનમાં બનાવો પરફેક્ટ અથાણાં, જાણો કયા અથાણાં માટે કયું તેલ યોગ્ય


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: