ત્વચા માટે મધ એક કુદરતી ઉપચાર છે. તે એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ઓક્સિડન્ટ અને હ્યુમેક્ટન્ટ ગુણોથી ભરપૂર છે. લીંબુ પાણી સાથે મધનું સેવન શરીર ડીટોક્સ કરે છે. શરદી અને ખાંસીમાં પણ મધનું સેવન રાહત આપે છે. મધ અનેક રીતે ફાયદાકારક છે. સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ગુણકારી છે. સુંદર ત્વચા માટે તમે મધનો જુદી-જુદી રીતે ઉપયોગ કરી શકો છો. ત્વચા માટે મધના ફાયદા જાણો.


ત્વચા માટે મધના ફાયદા

મધ ત્વચાના ઊંડા સ્તરોમાં ભેજને સીલ કરે છે, જેનાથી ત્વચા નરમ અને મુલાયમ રહે છે. કુદરતી મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. તેના એન્ટી-બેક્ટેરિયલ ગુણો ખીલ પેદા કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે અને સોજો ઘટાડે છે. ખીલમાંથી છુટકારો મળે છે. મધમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ વધતી ઉંમરની અસરો (Aging) ને ધીમી કરે છે. નિયમિત સેવન ચહેરા પરની કરચલીઓ ઘટાડે છે. ત્વચાને કુદરતી રીતે બ્લીચ કરે છે, જેથી કાળા ડાઘ અને પિગમેન્ટેશન ઓછા થાય છે. મધ ત્વચાના મૃત કોષોને દૂર કરી કુદરતી ગ્લો આપે છે.

ગ્લોઈંગ સ્કીન માટે મધનો ઉપયોગ :

ગ્લોઇંગ સ્કીન માટે તમે આ રીતે મધનો ફેસપેક બનાવો. એક ચમચી મધમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આ પેકને બરાબર મિક્સ કરો પછી તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ રાખો. ત્યાર પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. આ ત્વચાને ઈન્સ્ટન્ટ બ્રાઈટનેસ આપે છે.

ડ્રાય સ્કીન માટે મધ : 

શિયાળામાં અનેક લોકોની ત્વચા વધુ ડ્રાય થઈ જાય છે. તો તમે આ ફેસ પેકનો ઉપયોગ કરી ત્વચા મુલાયમ બનાવી શકો છો. તમે 1 ચમચી મધમાં થોડી મલાઈ અથવા કાચું દૂધ મિક્સ કરો. પછી આ પેકને ચહેરા પર લગાવી 20 મિનિટ રહેવા દો. શિયાળામાં સૂકી ત્વચા માટે આ શ્રેષ્ઠ છે. 

ખીલમાંથી છુટકારો મળશે :

યુવતીઓનેે ખીલની સમસ્યા ખૂબ સતાવે છે. ખોટી ખાનપાનની આદત અને અનિયમિત ઊંઘના કારણે ચહેરા વારંવાર ખીલ થાય છે. તેમાંથી છુટકારો મેળવવા તમે 1 ચમચી મધમાં એક ચપટી હળદર મિક્સ કરો. આ મિશ્રણ ખીલ પર અથવા આખા ચહેરા પર લગાવો. હળદર અને મધ બંને એન્ટી-સેપ્ટિક હોવાથી ખીલ જલ્દી મટે છે.


આ પણ વાંચો : Liver Problem : આંખોમાં દેખાતા આ 3 લક્ષણો આપે છે લીવર ફેઈલ થવાનો સંકેત, થઈ જાઓ સાવધાન


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: