દુનિયાના ધનવાન પરિવારોમાં અંબાણી પરિવારની ગણતરી કરવામાં આવે છે. અંબાણી પરિવારનું સેલિબ્રેશન હોય કે પછી પરિવારના સભ્યોની સ્ટાઇલ વિશે હોય લોકો વધુ જાણવા માગતા હોય છે. ખાસ પ્રસંગો પર અંબાણી પરિવારના સભ્યોના સ્ટાઇલિશ લુક હંમેશા સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. હાલમાં પર્પલ આઉટફિટમાં ઇશાના રોયલ લુકની તસવીરો વાયરલ થઈ છે. લોકોને તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. 


અભિનેત્રી કરતાં પણ વધુ સુંદર, ઇશા અંબાણી

ન્યુયોર્કના એક પ્રોગ્રામમાં ઇશા અંબાણીનો સ્ટાલિશ લુક જોવા મળ્યો. દુનિયાના ફેશન હબ મનાતા ન્યુયોર્ક શહેરમાં એક ફેશન ઇવેન્ટનું આયોજન કરાયું હતું.  ઇશા અંબાણીએ આ ઇવેન્ટમાં ઘેરા જાંબલી વાઇન-ટોનના પોશાકમાં પોતાના ગ્લેમર લુકથી લોકોને આકર્ષ્યા. પર્પલ આઉટફિટમાં ઇશા વધુ કુલ અને કામ દેખાઈ. ઇશાએ કોર્સેટેડ બ્લાઉઝ, ક્રોપ્ડ બ્લેઝર અને સ્લીક પેન્સિલ સ્કર્ટના આઉટફિટ સાથે લાઈટ મેકઅપ કરી પોતાનો લુક પૂર્ણ કર્યો. બિઝનેસ વુમન ઇશા અભિનેત્રી કરતાં પણ વધુ સુંદર અને સ્ટાલિશ દેખાઈ. આ ફેશન ઇવેન્ટમાં હોલીવુડની પ્રસિદ્ધ હસ્તીઓએ પણ હાજરી આપી હતી.

ન્યૂ યોર્કમાં ફેશનની ખાસ ઇવેન્ટમાં ઇશાનો જલવો

સોશિયલ મીડિયા પર ઈશાનો આ લૂક ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ ઈશાને ક્વીન ઓફ એલિગન્સ કહી રહ્યા છે. અંબાણી પરિવારનું દરેક સેલિબ્રેશન હંમેશાથી ખાસ જ હોય છે. મહેમાનોની સાથે સાથે નેટિઝન્સ પણ અંબાણીની આ ભવ્યતા જોઈ ચોંકી ઉઠે છે. જણાવી દઈએ કે ન્યૂ યોર્કના વેસ્ટ ચેલ્સીમાં ધ ક્રેન ક્લબ ખાતે વોગ 10 નવેમ્બરના રોજ ફેશન ફંડ ડિનરનું આયોજન કરાયુ હતું. ઈશાએ વોગના એડિટર-ઇન-ચીફ અન્ના વિન્ટૂર, ફેશન ડિઝાઇનર્સ ઝેક પોસેન અને ક્લો મેલ સાથે મળીને આ ઈવેન્ટનું સંચાલન કર્યું હતું.

  • Follow us on: