નિષ્ણાંતોનું કહેવું છે કે, ગરમ પાણીથી વાળ ધોવામાં આવે તો તેને મોટું નુકસાન થાય છે. અને ચમક ફીકી પડે છે.
વાળ અને સ્કીન માટે હુંફાળું પાણી યોગ્ય
શિયાળાની ઋતુમાં ભોજનની સાથે કપડામાં પણ બદલાવ આવે છે. આ દરમિયાન સ્નાન કરવા અને વાળ ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગરમ પાણી થાક દૂર કરે છે. અને આરામ આપે છે. પરંતુ તે વાળ અને સ્કીન માટે યોગ્ય નથી. નિષ્ણાંતો હુંફાળા પાણીથી સ્નાન કરવાની સલાહ આપે છે. દિલ્હીના શ્રી બાલાજી એક્શન મેડિકલ ઇન્સ્ટીટ્યૂટમાં સીનિયર કંન્સલ્ટેન્ટ ડર્મેટોલોજીસ્ટ ડૉ.વિજય સિંઘલે કહ્યુ હતુ કે, વાળ ધોવા માટે ગરમ પાણીનો લાંબા સમય સુધી કરવામાં આવેલો ઉપયોગ વાળ અને સ્કેલ્પ માટે નુકસાનકારક છે.
Also Read
Lifestyle News : વધુ પડતો ઇયરબડ્સનો ઉપયોગ કાનને પહોંચાડશે નુકસાન, જાણો કેવી રીતે
Lifestyle: બિહાર કરતાં નાનો, પણ વિશ્વનો બીજો સૌથી મોટો ખાદ્ય નિકાસકાર Netherland શાકભાજી ઉગાડીને કરી રહ્યો છે અધધધ... કમાણી
Lifestyle: Bhagyashreeએ Menopause દરમિયાનનો પોતાનો દુખાવો કર્યો વ્યક્ત, કહ્યું, હું દરેક વાત પર રડતી હતી
વાળની સાવચેતી જરુરી
વાળ ધોવા માટે ગરમ પાણીનો લાંબા સમય સુધી કરવામાં આવેલો ઉપયોગ માથામાં ખંજવાળ, ડ્રાયનેસ, ડેંડ્રફ જેવી સમસ્યાઓ વધારે છે. જેના કારણે હેર ફોલની સમસ્યા સર્જાય છે. હેર કલર પણ ફીકો પડે છે. આ તમામ સમસ્યાઓથી બચવા માટે વાળને હુંફાળા પાણીથી સાફ કરો. માઇલ્ડ શેમ્પૂ અને કંડીશનરના નિયમિતરૂપથી ઉપયોગ કરે. ટાવલથી વાળને હલકા હાથે સાફ કરો.
નિષ્ણાંતોની લો સલાહ
વાળ ધોવા માટે તાપમાન મેનેજ કરવું જરુરી છે. વધુ પડતું ગરમ પાણી વાળમાંથી ભેજ અને નેચરલ તેલ છીનવી લે છે. જેના કારણે વાળ ડ્રાય થઇ જાય છે. વાળમાં ભેજ રાખવા માટે માઇલ્ડ શેમ્પૂ અને કંડીશનરનો ઉપયોગ કરો. વાળ જો ડ્રાય હોય તો શેમ્પુ પહેલા વાળમાં ઓઇલિંગ કરો. પોતાના હેર ટાઇપ મુજબ પ્રોડક્ટનો ઉપયોગ કરો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી.










