શિયાળામાં, મોટાભાગના લોકોની ત્વચા શુષ્ક, નિર્જીવ અને ખેંચાયેલી રહે છે. ક્રિમ લગાવ્યા પછી પણ કયારેક ત્વચાનું બરછટપણું જતું નથી. તેલ માલિશ, મોઇશ્ચરાઈઝર કે પછી ક્રિમ કોઈપણ ઉપાય કરો ત્વચામાં કોઈ ખાસ ફરક પડતો નથી. આ બતાવે છે કે તમારી ત્વચા વધુ શુષ્ક છે. ઠંડીના દિવસોમાં શુષ્ક ત્વચા ધરાવતા લોકો માટે ટામેટાંનો ઉપયોગ શ્રેષ્ઠ છે. શિયાળામાં ટામેટાં સલાડ માટે નહીં ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગ્લોઈંગ સ્કીન માટે તમે ટામેટાનો ફેસ પેક ટ્રાય કરી શકો છો.
ટામેટાનો ફેસપેક ઘરે બનાવો
1 ચમચી ચણાનો લોટમાં 1 ચમચી ટામેટાનો રસ અને થોડું ગુલાબજળ નાખો. ટામેટાનો પેક બનાવવા ચણાના લોટમાં ટામેટાનો રસ એક બાઉલમાં યોગ્ય રીતે મિક્સ કરી લો. પછી તેમાં ગુલાબજળ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી એક જાડુ પેક બનાવો. પછી આ ટામેટાના આ પેક ચહેરા પર લગાવી 15 મિનિટ રહેવા દો. પેક સૂકાઈ જાય પછી સાદા અને સ્વચ્છ પાણીથી ચહેરો સાફ કરી લો. આ પછી થોડું મોઇશ્ચરાઇઝર લગાવો. અઠવાડિયામાં 2-4 વાર આ પેક ચહેરા પર લગાવાથી ગ્લોઈંગ ત્વચા થશે.













