શિયાળાના આગમનની સૌ પ્રથમ અસર ત્વચા પર દેખાવા લાગે છે. ઠંડી શરૂ થતા જ ત્વચા શુષ્ક થવા લાગે છે અને બરચટપણું દેખાય છે. શિયાળામાં ત્વચામાં શુષ્કતા અને ભેજનો અભાવ સામાન્ય સમસ્યા બની જાય છે. દિવાળી બાદ લગ્ન પ્રસંગ જેવા શુભ કાર્યોની શરૂઆત થાય છે. આવી પરિસ્થિતિઓ સુંદર દેખાવું એક પડકાર બને છે. ઠંડીના દિવસોમાં ત્વચાને નરમ અને ચમકદાર રાખવા માટે તેલ માલિશ એક  શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. શિયાળામાં નાળિયેર તેલની માલિશ કરવાથી બેજાન ત્વચામાં નિખાર આવે છે. જાણો નાળિયેર તેલ માલિશના ફાયદા.


નાળિયેર તેલ માલિશના ફાયદા

નાળિયેર તેલ ત્વચાને ઊંડે સુધી ભેજયુક્ત બનાવે છે , ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. તેના ફેટી એસિડ શુષ્ક અને ક્ષતિગ્રસ્ત ત્વચાને સુધારવામાં મદદ કરે છે. નાળિયેર તેલમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણધર્મો રહેલા છે. જે ત્વચામાં ચેપ સામે રક્ષણ આપે છે. તેમજ ઠંડીના દિવસોમાં વારંવાર ત્વચામાં થતી ખંજવાળ અને ચહેરા પર નિકળતા પિમ્પલ્સ જેવી સમસ્યાઓ સામે રક્ષણ આપે છે. દરરોજ નાળિયેર તેલ લગાવવાથી તમારી ત્વચામાં કુદરતી ચમક આવે છે. નાળિયેર તેલની નિયમિત માલિશથી કાળા ડાઘ અને પિગમેન્ટેશન દૂર થશે. સંવેદનશીલ ત્વચા માટે આ તેલનો ઉપયોગ શ્રેષ્ઠ છે. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય, તો નાળિયેર તેલ એક સૌમ્ય વિકલ્પ છે. તે ત્વચાને શાંત અને નરમ બનાવે છે.

ત્વચા સુંદર અને મુલાયમ બનશે

ત્વચાને સુંદર અને મુલાયમ બનાવવા માટે તમે રાત્રે સૂતા પહેલા નાળિયેર તેલની માલિશ કરો. હાથમાં થોડું નાળિયેર તેલ લો અને ચહેરા પર લગાવો પછી હળવા હાથે 10થી 15 મિનિટ માલિશ કરો. આ તેલમાં શામિલ ફેટી એસિડ્સ બેક્ટેરિયાને નષ્ટ કરીને સીબુમના ઉત્પાદનની સંધિઓને સંતુલિત રાખે છે.નાળિયેર તેલ મોઈશ્યરનું કામ કરશે. આખી રાત ચહેરા પર તેલ રહેવાથી શુષ્ક ત્વચાને પોષણ મળશે અને ટેનિંગ દૂર કરશે. ફક્ત ત્વચા માટે જ નહીં સાંધા અને સ્નાયૂના દુખાવાથી પણ આ તેલની માલિશ કરવાથી રાહત મળે છે. નારિયેળ તેલ લગાવવાની સૌથી સારી રીત છે કે તમે જરૂરિયાત અનુસાર ત્વચા પર આ તેલની માલિશ કરશો તો જ ફાયદો થશે.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: