શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીમાં લીલા શાકભાજી બજારમાં વધુ જોવા મળે છે. ઠંડીના દિવસોમાં વધુ પડતી ભૂખ લાગે ત્યારે બ્રેકફાસ્ટમાં લીલી ભાજીમાંથી પૂરી, વડા અને વિવિધ પ્રકારની વાનગી બનાવવામાં આવે છે. શિયાળામાં નાના લીલા વટાણા ઉપલબ્ધ છે. વટાણા એક એવી શાકભાજી છે જેનો ઉપયોગ ઘણી રીતે થાય છે. પછી ભલે તે શાકભાજી હોય, વટાણાના પરાઠા હોય કે ચોખાની વાનગી હોય, તેનો ખૂબ જ સારી રીતે ઉપયોગ થાય છે. તેમના વારંવાર ઉપયોગને કારણે, લોકો ઘણીવાર તેનો ઉપયોગ મોટી માત્રામાં કરે છે. તેથી, વટાણાને લાંબા સમય સુધી તાજા રાખવાની યોગ્ય પદ્ધતિ જાણવી જરૂરી છે.


ઓછા સમય માટે વટાણા આ રીતે કરો સ્ટોર

આ ઋતુમાં તમે લીલી ભાજીથી લઈને લીલા વટાણાની જુદી-જુદી વાનગી બનાવી શકો છો. જો તેને સ્ટોર કર્યા હોય તો રસોઈ ઝટપટ થાય છે. લીલા વટાણાને તમે 3-4 દિવસ માટે સ્ટોર કરવા માગો છો તો રેફ્રિજરેટર શ્રેષ્ઠ વિકલ્પ છે. આ માટે વટાણાને એક પ્લાસ્ટિક બેગ અથવા હવાચુસ્ત વાસણમાં ફ્રિજમાં મૂકો. ભેજથી બચાવવા માટે તમે બેગને કાગળના ટુવાલથી ઢાંકી શકો છો. પરંતુ જો તમે વટાણાને કેટલાક અઠવાડિયા કે મહિનાઓ સુધી રાખવા માંગતા હો, તો ફ્રીઝિંગ એ આદર્શ વિકલ્પ છે.

વટાણાને વધુ સમય સ્ટોર કરવા આ વિકલ્પ બેસ્ટ

વટાણાને લાંબા દિવસો સુધી સ્ટોર કરવા હોય તો ફ્રીંઝિંગ કરવાનું વધુ ફાયદાકારક રહેશે. આ માટે પહેલા વટાણાને બ્લોન્ચ કરો. એટલે કે તમે વટાણાને ઉકળતા પાણીમાં 2-3 મિનિટ માટે બોળી રાખો, પછી ઠંડા પાણીમાં રાખો. ત્યારપછી તને કાઢી લો. એવા વાસણમાં મૂકો જેથી તેમાં રહેલ પાણી સંપૂર્ણપણે સુકાઈ જાય. ત્યારપછી જ તમે લીલા વટાણાને  હવાચુસ્ત ફ્રીઝર બેગમાં પેક કરો. આ રીતે, વટાણા તાજા રહેશે અને 6-8 મહિના સુધી તેમનો સ્વાદ પણ જાળવી રાખશે. આ સ્ટોરી કરેલા વટાણામાંથી તમે પરાઠા, પૂરી અને બટાકો ઉમેરી પેટીસ પણ બનાવી શકો છો.

લીલા વટાણાના આ છે ફાયદા

લીલા વટાણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન સી, કે, ફોલેટ, ઉપરાંત મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. સારા પ્રમાણમાં પોષકતત્વો રહેલા હોવાથી તેને ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે. બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે, પાચનમાં સુધારો કરે છે તેમજ હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં મદદરૂપ થાય છે. જો કે, લીલા વટાણાનું વધુ પડતું સેવન પેટનું ફૂલવું તરફ દોરી શકે છે.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: