સામાન્ય રીતે નાની દિવાળી અથવા રૂપ ચતુર્દશી દિવાળીના એક દિવસ પહેલા આવે છે. રૂપ ચતુર્દશીને કાળી ચૌદશ પણ કહેવામાં આવે છે.આ દિવસે વડા કે પુરી બનાવીને ઘરમાં ચારેતરફ પાણીના લોટા સાથે ફેરવીને ચાર રસ્તા પર મૂકવાની પરંપરા હોય છે. કે એટલે કે એવી માન્યતા છે કે ઘરમાંથી કકળાટ બહાર જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.
કાળી ચૌદશ વડા રેસિપી
આ વડા દિવાળીના એક દિવસ પહેલા આવતા કાળી ચૌદશના તહેવાર પર બનાવવામાં આવે છે. આને કકળાટના વડા અથવા છુમ વડા પણ કહેવામાં આવે છે. અનેક ગુજરાતી પરિવાર આજે પણ કકળાટ કાઢવાના નામે અનુષ્ઠાન કરે છે. જેમાં વડા અને અન્ય વસ્તુઓ ચાર રસ્તા પર વાહનો દ્વારા કચડવા માટે રાખવામાં આવે છે.
સામગ્રી:
½ કપ ચોખાનો લોટ
¼ કપ અડદની દાળનો લોટ
2 મોટી ચમચી મગદાળનો લોટ
1 કપ પીળા મકાઈનો લોટ
½ કપ બેસન
½ કપ બાજરીનો લોટ
½ કપ રવો/સોજી
1 કપ કણકનો લોટ
મીઠું સ્વાદ મુજબ
1 કપ ખાટું દહીં
3 મોટાં ચમચા તેલ
3 મોટી ચમચી -લસણ-આદુ-મરચાંની પેસ્ટ –
½ નાની ચમચી હળદર પાવડર
1 મોટી ચમચી લાલ મરચાં પાવડર
તળવા માટે તેલ
1 મોટો ચમચી ખાંડ
બનાવવાની રીતઃ
દરેક લોટ અને રવો એક વાસણમાં લો. ખાટું દહીં ઉમેરો અને બધું સારી રીતે મિક્સ કરો. નરમ લોટ બાંધો. જરૂર પડે તો પાણી ઉમેરો. આ લોટને 1-2 કલાક માટે ઢાંકી રાખો. એક કડાઈમાં થોડુંક તેલ ગરમ કરો. તેમાં લસણ-આદુ-મરચાંની પેસ્ટ ઉમેરો અને થોડીવાર તેને હલાવો. પછી આ મિશ્રણ લોટમાં મિક્સ કરો. ત્યારબાદ તેમાં હળદર, મીઠું, ખાંડ અને લાલ મરચાં પાવડર ઉમેરો અને બધું સારી રીતે મિક્ષ કરો. તળવા માટે કડાઈમાં તેલ ગરમ કરો. હાથ અથવા આંગળીઓ પર પાણી લગાવી લો અને વાડા બનાવવા માટે લોટમાંથી નાનો ભાગ લો. તેને હાથથી થોડું કાણું પાડીને. તેને મધ્યમ આંચ પર સુવર્ણ રંગ થાય ત્યાં સુધી તળો. વેડા ફૂલી જશે.અને તમારાં ટેસ્ટી અને કુરકુરા વડા તૈયાર છે. આ વડાને દહીં, મીઠી ચટણી કે ગ્રીન ચટણી સાથે પીરસી શકો છો.