જો તમને પણ એવું લાગે છે કે માત્ર એક્સરસાઇઝ કરીને જ તમારા વધતા વજન પર કાબૂ મેળવી શકો,તો તમારી આ ભૂલ દૂર કરવી જરુરી છે. મોટાપાથી છૂટકારો મેળવવા માટે તમને વર્કઆઉટ સાથે સાથે તમારા ડાેયટ પ્લાન પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. આપની જાણ માટે કે દરરોજ પપૈયા તમારા ડાયટ પ્લાનમાં શામેલ કરીને તમે શરીરમાં એકઠા થયેલા વધારાના ફેટને ઝડપથી બર્ન કરી શકો છો. ચાલો જાણીએ કે કેવી રીતે...
પપૈયું કેવી રીતે ખાવુ જોઇએ?
જો તમે વજન ઘટાડવા માંગો છો તો ભોજન કરતા લગભગ બે કલાક પહેલાં પપૈયુ ખાવું જોઈએ. જો ઇચ્છો તો પપૈયા સાથે દુધ કે દહીં પણ લઈ શકો છો. પપૈયામાં ફાઈબર, વિટામિન C, વિટામિન A, પોટેશિયમ, મિનરલ્સ સહિતના પોષક તત્વો સારી માત્રામાં જોવા મળે છે. પપૈયુ ઓછી કેલોરી ધરાવતુ ફળ છે.













