સ્ત્રીઓને સુંદર દેખાવા માટે આંખોના મેકઅપનું બહુ મોટું મહત્વ હોય છે. મસ્કારા, કાજલ, આઈલાઈનર અને આઈશેડો જેવી ચીજવસ્તુઓથી આંખોને આકર્ષક બનાવે છે. પરંતુ શું તમને ખબર છે કે આ આદત તમારી આંખો માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે? નિષ્ણાતના મતે આંખોના મેકઅપથી આંખો સાથે સંકળાયેલી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તો આવો જોઈએ કે કેવી રીતે આ નુકસાન બચી શકાય?
ક્યારે થાય છે આંખોની સમસ્યાઓ?
સ્ત્રીઓને સુંદર દેખાડવામાં આંખોના મેકઅપનો મોટો ફાળો હોય છે. પણ જો યોગ્ય રીતે ન કરવામાં આવે તો આ મેકઅપ અનેક પ્રકારની આંખોની તકલીફો ઉભી કરી શકે છે. જૂના મેકઅપનો ઉપયોગ, જૂના અથવા એક્સપાયર્ડ મેકઅપ પ્રોડક્ટ્સમાં બેક્ટેરિયા થવા લાગે છે. જ્યારે આવા પ્રોડક્ટ્સને આંખો નજીક લગાડવામાં આવે છે ત્યારે એ ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. લક્ષણો તરીકે આંખોમાં લાલાશ, શુષ્કતા, ખંજવાળ, પાણી આવે છે, કેટલીકવાર ફોડલા અથવા સોજો પણ થઈ શકે છે.
મેકઅપ પ્રોડક્ટ્સ શેર કરવી
મેકઅપને બીજા સાથે શેર કરવુ
જોખમી સાબિત થઈ શકે છે. ઘણી વાર લોકો મસ્કારા કે કાજલ શેર કરે છે, જેનાથી બેક્ટેરિયા એક વ્યક્તિથી બીજાને પહોંચી જાય છે અને આંખોમાં સંક્રમણ થઈ શકે છે.
લાંબા સમય સુધી મેકઅપ રાખવો:
મસ્કારા અને આઈલાઈનર લાંબા સમય સુધી રાખવાથી તેના મૂળ ભાગ બગડી શકે છે, જેના કારણે વાળ ખરી શકે છે અને તેનાથી આંખોના સોજાની સમસ્યા થઈ શકે છે. આંખોની પાપણ પર પર મસ્કરા લગાવવાથી તેની પાંપણને ફણ નુકસાન થાયે છે. બાદમાં આંખોમાં શુષ્કતા અને જલન થાય છે.
જરૂરી હાઈજિન ટિપ્સ
સારા ગુણવત્તાવાળા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો:
હંમેશા બ્રાન્ડેડ અને સારાં ગુણવત્તાવાળા મેકઅપ જ વાપરો અને તેમની એક્સપાયરી તારીખ ચોક્કસ તપાસો. મેકઅપ લગાવવા અને કાઢ્યા પછી હાથ ધોવા ખૂબ જ જરૂરી છે. રાત્રે ઊંઘતા પહેલા મેકઅપ કાઢી નાખો જેથી આંખો "શ્વાસ" લઈ શકે અને ઈન્ફેક્શનનો ખતરો ઓછો થાય.
મેકઅપ બ્રશ સાફ રાખો
મેકઅપ માટે ઉપયોગમાં લેવાતા બ્રશ અને એપ્લિકેટર્સને નિયમિત રીતે સાફ કરો. ગંદા સાધનો બેક્ટેરિયાની વૃદ્ધિ માટે અનુકૂળ હોય છે અને સીધા આંખોમાં પહોંચી શકે છે.
મેકઅપ બીજા કોઇ સાથે શેર ન કરો
ક્યારેય પણ તમારા મેકઅપ પ્રોડક્ટ્સ બીજા સાથે શેર ન કરો. અને પ્રોડક્ટ્સને હંમેશા ઠંડી અને સૂકી જગ્યા પર રાખો.