Healthy Soup For Diet:

આજકાલ ઘણા લોકો પોતાની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય પ્રત્યે ખુબ જ સતર્ક રહે છે. તે લોકો પોતાનો ખોરાક પણ સાવધાનીપૂર્વક પસંદ કરે છે અને હેલ્ધી ડાયેટ ફોલો કરે છે, જેથી શરીરને જરૂરી પોષણ મળી રહે છે. જો તમે પણ ટમેટાં કે દુધીના સૂપ પી-પી ને કંટાળી ગયા છો અને હવે કંઇક નવું ટ્રાય કરવું છે, તો ચાલો જાણીએ રાગી સૂપની નવી રેસીપી, જેને તમે તમારી ડાયેટમાં સામેલ કરી શકો છો.

રાગી સૂપ માટે જરૂરી સામગ્રી

ડુંગળી – 1

શિમલા મરચું – 1

ફણસી

ગાજર

કોબી

વટાણા

મકાઈ

3-4 ચમચી રાગીનો લોટ

ઘી – 1 ચમચી

આદૂ-લસણની પેસ્ટ – 1 ચમચી

પનીર અથવા ટોફૂ – 1/2 કપ

મીઠું – સ્વાદ અનુસાર

મરી પાવડર

લીંબુનો રસ

સમારેલાં ધાણા

રાગી સૂપ બનાવવાની રીત

સૌપ્રથમ બધાં શાકભાજી ધોઈને ઝીણાં ઝીણાં સમારી લો. એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં આદૂ-લસણની પેસ્ટ નાખી હળવું સાંતળો. હવે તેમાં બધા સમારેલા શાકભાજી ઉમેરો અને થોડો સમય સાંતળો. પછી તેમાં મીઠું ઉમેરો અને શાકભાજીને નરમ થવા દો. હવે એક વાટકીમાં રાગીનો લોટ લો અને પાણી વડે તેનો પાતળો ઘોળ (પેસ્ટ) બનાવો. ધ્યાન રાખો કે લોટમાં ગાંઠો ન રહે. શાકભાજીમાં થોડું પાણી ઉમેરો અને તેમાં રાગીનું બનાવેલું ઘોળ નાખો. હવે આ બધાને સારી રીતે ઉકાળો. છેલ્લે તેમાં મરીપાવડર, પનીરના ટુકડા અને ધાણા નાખીને સર્વ કરો. આ રીતે સ્વાદિષ્ટ અને હેલ્ધી રાગી સૂપ તૈયાર થઈ જશે.


  • Follow us on: