રક્ષાબંધન તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ તહેવારને ખાસ બનાવવા માટે તમે યુનિક વાનગી બનાવી શકો છો. સામાન્ય રીતે આપણા તહેવારમાં મીઠાઈ હોય છે પરંતુ હવે ધીરે-ધીરે ચોકલેટ પણ મીઠાઈનું સ્થાન લઈ રહી છે. બાળકોથી લઈને મોટાઓને વિવિધ પ્રકારની ચોકલેટ ખાવાની પસંદ છે. આજની રેસીપીમાં તમને ચોકલેટમાંથી બનતી વાનગી વિશે જણાવીશું.
ઓરિયો ચોકલેટ કેક
તમે રક્ષાબંધન તહેવારમાં ભાઈ-બહેનના સંબંધ વધુ મધુર બને માટે ઓરિયો ચોકલેટ કેક મીઠાઈની જગ્યાએ બનાવી શકો છો. આ કેકમાં ઈંડાનો ઉપયોગ નથી કરાયો. આ એગલેસ કેક માખણ (બટર) અને કંડેંસડ મિલ્કના ઉપયોગ વગર બનાવવામાં આવી છે. આ સિમ્પલ અને સરળ રીતે ઓરિયો ચોકલેટ કેક બનાવશો તો પરિવારના લોકો બજારની કેક ભૂલી જશે.
ઓરિયો ચોકલેટ કેક માટે સામગ્રી : તમે કેક બનાવ્યા બાદ તેને વિવિધ રીતે સજાવટ કરી શકો છો. તમે ચેરી અથવા ડ્રાયફ્રૂટ લઈ શકો છો. અથવા 10 રૂપિયા વાળુ એક ઓરિયોનું પેકેટ લઈને તેની કતરણ કરી શકો. તેને હેલ્ધી બનાવવા તમે બદામનું કતરણથી પણ સજાવટ કરી શકો છો.
- 1/2 કપ દૂધ
- 10 રૂપિયા વાળા ઓરીયો બિસ્કિટ ના 6 પેકેટ
- 1 ઇનો નુ રેગ્યુલર પેકેટ
- 3 ચમચી બૂરું ખાંડ
- 1.5 કપ દૂધ
ઓરિયો ચોકલેટ કેક બનાવવાની રીત :
- આ કેક બનાવવા તમારે એલ્યુમિનિયમના વાસણની જરૂર પડશે. સામાન્ય રીતે ખોરાકમાં આપણે એલ્યુનમિનિયમનો ઉપયોગ કરતા નથી. પરંતુ આ વાનગીમાં વધુ હિટની જરૂર હોવાથી એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરવો.
- સો પ્રથમ ઓરિયો બિસ્કિટને મિક્સર જારમાં ટુકડા નાખી તેને ક્રશ કરી લો. આ બિસ્કિટના પાઉડરને એક બાઉલમાં કાઢી લો. પછી તેમાં આપેલ માપ મુજબ દળેલી અથવા ખાંડ એડ કરી સારી રીતે મિક્સ કરો.
- પછી આ પાઉડરમાં ઇનો એડ કરી થોડું થોડું દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી બેટર જેવું તૈયાર કરો. હવે કેક બનાવવા એક એલ્યુમિનિયમના મોટા વાસણમાં અંદર સ્ટેન્ડ મૂકીને તેને ઢાંકી હાઈ ફલેમ પર ગરમ થવા દો.
- એક એલ્યુમિનિયમના નાના વાસણમાં ચારેબાજુ તેલ લગાવીને મેંદો અથવા તો ઘઉંનો લોટ સ્પ્રે કરવો. પછી આ વાસણને ગેસ પર મૂકેલા મોટા એલ્યુમિનિયમના વાસણની અંદરના સ્ટેન્ડ પર મુકવું. પછી તે સાધારણ ગરમ થાય એટલે તેમાં બિસ્કિટના બેટરને આ કેક ટીન અથવા તો એલ્યુમિનિયમના નાના વાસણમાં રેડવું. ત્યારપછી આ એલ્યુમિનિયમના નાના વાસણને ઢાંકી દો.
- ધીમા તાપે 30 મિનિટ સુધી કેકને કુક થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી 5 થી 10 મિનિટ અંદર રાખો અને પછી બહાર એક વાસણમાં કેકના મોલ્ડને ઉંધુ પાડી ઠંડુ થવા દો. કેક ઠંડી થતા જ આખી બહાર નીકળી જશે.
- કેકેની સજાવટ માટે એક ઓરીયો પેકેટને મિક્સરમાં અધકચરા ક્રશ કરો. અને ત્યારબાદ બદામને પણ આ રીતે જ ક્રશ કરી કેકની ઉપર સજાવટ કરી શકો છો.













