ભારત વિવિધતા અને તહેવારનો દેશ છે તેવું કહેવામાં આવે છે. આગામી દિવસોમાં ભાઈબહેનના પવિત્ર સંબંધની ઉજવણી કરતો રક્ષાબંધન તહેવાર આવી રહ્યો છે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ બહેનને ઉપહાર આપે છે. તમે પણ આ દિવસને વધુ ખાસ બનાવવા માંગતા હોવ તો આ ખાસ મીઠાઈ બનાવી શકો છો. કારણ કે આપણા કોઈપણ તહેવાર મીઠાઈ વગર અધૂરા છે.
તહેવારમાં બનાવો બેસનના લાડુ
રક્ષા બંધન તહેવાર પર આ મીઠાઈ ભાઈને આપી સંબંધો વધુ મધુર બનાવી શકો છો. બજારમાં આ દિવસોમાં મીઠાઈનું ધૂમ વેચાણ થાય છે. પરંતુ બજારની ભેળસેળિયા મીઠાઈને બદલે ઘરે સરળતાથી આ મીઠાઈ બનાવી ભાઈ અને પરિવારનો પ્રેમ મેળવી શકો છો.
દૂધ બેસનના લાડુ બનાવવાની સામગ્રી: આપણી દરેક મીઠાઈમાં કાજુ બદામ, પિસ્તા અને ઇલાયચી હોય છે. તમે ઈલાયચની તૈયાર પાઉડર પણ લઈ શકો છો.
- 1 કપ બેસન
- 1/4 કપ ઘી
- 1/2 કપ ખાંડનો પાઉડર (દળેલી ખાંડ)
બેસનના લાડુ બનાવવાની રીત:
બેસનના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ એક જાડી કઢાઈમાં ઘી સાધારણ ગરમ કરો. પછી તેમાં ચણાના લોટ નાખી ધીમા તાપે શેકો. તેને ચમચાથી સત્તત હલાવતાં રહીને સોનેરી ભૂરા રંગનો થાય ત્યાં સુધી શેકો. (ચણાના લોટને નાખતા પહેલા ચાળી લેવો જેથી ગઠ્ઠા ના રહે) તેમાંથી સારી સુગંધ આવવાં લાગે પછી આ લોટને બીજા વાસણમાં કાઢી લો. કઢાઈની જાડાઈ પ્રમાણે તમને શેકવામાં ઓછો કે વધારે સમય પણ લાગી શકે છે. આ લોટને થોડીવાર રેસ્ટ આપો. અને આ લોટ સાધારણ ગરમ હોય ત્યારે તેમાં દળેલી ખાંડ અને તમામ ડ્રાયફ્રૂટ નાખો.
અત્યારે વરસાદી સિઝનમાં સ્વાસ્થ્ય ધ્યાન રાખવું જરૂરી છે. એટલે બજારમાં મળતા બેસનના લાડુ કરતાં ઘરે આ રીતથી લાડુ બનાવશો વધુ સ્વાદિષ્ટ બનશે. ઘરની વસ્તુથી બનતા આ લાડું વધુ પૌષ્ટિક અને હેલ્ધી રહેશે.