શિયાળામાં બાળકો વારંવાર કંઈક ખાવાનું માંગતા રહે છે. નાસ્તામાં તેમને ફ્રૂટસ અને ઓટસ આપી શકો છો. પરંતુ જયારે કંઇક સ્વાદિષ્ટ અને મસાલેદાર ખાવાની ઇચ્છા થાય તો તેઓ જંકફૂડ ખાવા બહાર દોડે છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં આજે વિવિધ પ્રકારના સ્નેકસ મળે છે. બાળકોને ચીઝ,જામ અને પનીરની વસ્તુઓ વધુ પસંદ આવે છે. સાંજના બ્રેકફાસ્ટમાં તમે બાળકોને આ ટેસ્ટી સ્નેકસ આપી શકો છો. ચીઝી વેજ ફિંગર્સ તમે આ રીતે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. બાળકોને ખૂબ ભાવશે આ વાનગી અને વારંવાર માગશે.
ચીઝી વેજ ફિંગર્સ બનાવવા માટે સામગ્રી :
ગાજર, કેપ્સિકમ, કઠોળ જેવા છીણેલા મિશ્ર શાકભાજી અને લાલ મરચું, ગરમ મસાલો, મીઠું અને તળવા માટે તેલ જરૂરિયાત મુજબ













