શિયાળામાં વારંવાર ભૂખ લાગે છે. ઠંડીમાં ગરમાગરમ વાનગી ખાવાનું લોકો વધુ પસંદ કરે છે. ઠંડીના દિવસોમાં ગરમ સૂપ, ગરમ મકાઈ અને લીલી ભાજી ખૂબ ટ્રેન્ડમાં હોય છે. શરીરને સ્ફૂર્તિમાં રાખવા સવારે સૂપ અને ઉકાળો પીવે છે. અને બપોરના અને રાત્રિના ભોજનમાં કંઈક મસાલેદાર અને ચટાકેદાર ખાવાની ઇચ્છા થાય તો આ શાકભાજી જરૂર ટ્રાય કરો. કાઠિયાવાડી શૈલીમાં તમે કાજુ ગાઠિયાનું ખાઈ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકો છો. આ સ્વાદિષ્ટ અને ખાસ કાઠિયાવાડી કાજુ ગઠિયા સબ્જી બનાવવાની સરળ પદ્ધતિ શીખીએ.


કાજુ-ગાઠિયા શાક માટે સામગ્રી :

જીરું, આદુની પેસ્ટ, તેલ, હીંગ, ઘી, હળદર, ધાણાજીરું પાઉડર, લાલ મરચું, પાણી, ગરમ મસાલો, કોથમીરના પાન અને મીઠું જરૂરિયાત મુજબ. આ શાક માટે લસણની ચટણી જરૂર બનાવો.

  • કાજુ - 1/2 કપ
  • ભાવનગરી ગઠિયા - 1 કપ
  • 1 ડુંગળી ઝીણી સમારેલી
  • 1 ટેબલ સ્પૂન લાલ લસણની ચટણી 
  • 1 ટામેટાની પ્યુરી
  • 1 કપ છાશ

કાજુ-ગાઠિયા શાક બનાવવાની રીત  :

  • ગુજરાતી શૈલીના કાજુ ગાઠિયાનું શાક બનાવવા માટે પહેલા એક કઢાઈમાં ઘી ઉમેરી કાજુને હળવા સોનેરી રંગના થાય ત્યાં સુધી સાંતળી લો. પછી તેને પ્લેટમાં કાઢીને બાજુ પર રાખો. હવે લસણની ચટણી બનાવવા લસણ, મરચાં પાવડર, જીરું, ધાણા પાવડર અને મીઠું નાખીને બધાને ક્રશ કરી લસણની ચટણી તૈયાર કરો.
  • એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં હિંગ અને જીરું ઉમેરો અને થોડીવાર સાંતળો. પછી, આદુની પેસ્ટ અને સમારેલા લીલા મરચાં ઉમેરો અને એક મિનિટ માટે રાંધો.  ડુંગળી ઉમેરો અને હળવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો.
  • પછી લસણની ચટણી, હળદર, ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ટામેટાની પ્યુરી ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી રાંધો. પછી છાશ, પાણી, મીઠું અને ખાંડ ઉમેરો અને ઉકળે ત્યાં સુધી હલાવતા રહો.
  • શેકેલા કાજુ ઉમેરો અને ગ્રેવીનો સ્વાદ શોષી લેવા માટે પાંચ મિનિટ સુધી રાંધો. પછી, ગરમ મસાલો અને કોથમીર ઉમેરો. તૈયાર થઈ ગયું કાજુ-ગાઠિયાનું શાક. આ શાક તમે પરોઠા અથવા બાજરીના રોટલા સાથે ખાવાનો આનંદ માણી શકો છો.

  • Follow us on: