અત્યારના શિયાળાના સીઝનમાં લીલા શાકભાજીની સિઝન છે. વજન ઘટાડવા માટે શિયાળું સિઝન ઉત્તમ સમય છે. આ સિઝનમાં તમે વિવિધ શાકભાજી સલાડમાં અથવા સૂપ બનાવીને ડાયેટમાં સામેલ કરી શકો છો. જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો રાગીનો સૂપ બનાવી પી શકો છો. રાગીનો સૂપ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. તેને પીવાથી રાત્રે અલગથી ભોજન કરવાની જરૂર નહીં પડે. તમે તમારી મનપસંદ શાકભાજી ઉમેરીને આ સૂપને ડિનર તરીકે પી શકો છો.


રાગી સૂપ બનાવવાની રીત

ફર્સ્ટ સ્ટેપ

રાગીનું સૂપ બનાવવા માટે સૌપ્રથમ દરેક શાકભાજી જેમ કે ગાજર, બીન્સ, વટાણા, મકાઈ, બ્રોકોલી, પાલક, શિમલા મરચાં વગેરે બારીક સમારી લો. શાકભાજી જેટલી બારીક હશે, સૂપ એટલો જ સ્વાદિષ્ટ બનશે.

સેકન્ડ સ્ટેપ

એક કડાઈ લો અને તેમાં 1 ટેબલસ્પૂન બટર ગરમ કરો. તેમાં થોડું બારીક સમારેલું આદુ અને લસણ નાખો અને થોડીવાર સાંતળો. હવે સમારેલા શાકભાજી ઉમેરો, સ્વાદ મુજબ મીઠું નાખો અને મિક્સ કરો. ઢાંકીને શાકભાજીને નરમ થવા દો. એક વાટકીમાં 2-3 ચમચી રાગીનો લોટ લો અને તેને પાણીમાં ભેળવી લો.

થર્ડ સ્ટેપ

ધ્યાન રાખો કે રાગીના લોટમાં ગાંઠો ન રહે. જો ગાંઠો બને તો છારણી વડે ગાળી લો અને પછી તે મિશ્રણ શાકભાજી સાથે ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરો અને 5 મિનિટ સુધી રાંધો. સૂપ જેવી ઘટ્ટતા આવી જાય તો ગેસ બંધ કરો.ઉપરથી કાળી મરીનો ચૂરો અને થોડું લીંબુનો રસ ઉમેરો.તૈયાર છે સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક રાગી સૂપ.તમે જાતે પીવો અને બાળકોને પણ પીવડાવો.

રાગીના છે અદ્દભત ફાયદા

રાગી ફાઈબરથી ભરપૂર હોય છે. જે પાચન તંત્ર માટે લાભદાયી છે. રાત્રે રાગીનું સૂપ પીવાથી પેટ સાફ થવાની સમસ્યા દૂર થાય છે. રાગીમાં કૅલ્શિયમ ભરપૂર હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. રાગી સૂપ વજન ઘટાડવા માટે એક ઉત્તમ વિકલ્પ છે.


  • Follow us on: