સાંજની ચા સાથે જો તમારાં બાળકને કઇક ટેસ્ટી અને ક્રન્ચી ખાવાનું મન કરી રહ્યુ છે તો અમે આજે એક ખૂબ જ લાજવાબ રેસિપી લઇને આવ્યા છે. બ્રેડથી બનેલી આ રેસિપીનો સ્વાદ એટલો શાનદાર હોય છે કે આ રેસિપી પિઝા અને બર્ગરને પણ પાછળ છોડી દે. આજે અમે આપના માટે લઇને આવ્યા છીએ બ્રેડની આઇટમ..ચિલી ચીઝ ટોસ્ટ. માત્ર બે મિનિટમાં તૈયાર થવા વાળી આ રેસિપી બાળકથી લઇને મોટાં સુધી દરેકનુ ફેવરેટ બની જશે. આવો જાણીએ ચિલી ચીઝ ટોસ્ટની રેસિપી.....


ચિલી ચીઝ બ્રેડ ટોસ્ટ રેસિપી માટે સામગ્રીઃ

મોઝરેલા ચીઝ-અડધું કપ

લીલાં મરચાં-2-3

ચિલી ફ્લેક્સ-અડધી ચમચી

ઓરેગાનો-અડધી ચમચી

સ્વાદ અનુસાર મીઠું

ગરમ દૂધ-1 2 ચમચી

બટર-જરૂરિયાત પ્રમાણે

બ્રેડની મોટી 4 સ્લાઇઝ

કેવી રીતે બનાવવુ ચિલી ચીઝ ટોસ્ટ...

સૌ પ્રથમ બ્રેડની ચાર સ્લાઈસ લો અને તેના પર હળવા હાથેથી બટર લગાવો.

બટર લગાવ્યા પછી બ્રેડ પર મોઝેરેલા ચીઝ સારી રીતે પાથરો.

ધ્યાન રાખો કે ચીઝ નાખતા પહેલાં તેને 1-2 મોટા ચમચી ગરમ દૂધમાં મેશ કરી લો. પછી તે ચીઝ બ્રેડ પર સમાન રીતે ફેલાવો.

હવે બ્રેડ ઉપર ઝીણાં સમારેલાં મોળાં લીલા મરચાં, ચિલી ફ્લેક્સ, ઓરેગાનો અને થોડું મીઠું છાંટો.

હવે ગેસ ચાલુ કરીને પેન ગરમ કરો. પેન ગરમ થયા પછી તેમાં થોડું બટર નાખો અને બ્રેડની સ્લાઈસ મૂકો. તેને ઢાંકી દો અને ગેસ ધીમી આંચ પર રાખો.

2 મિનિટ પછી ગેસ બંધ કરો. બ્રેડની સ્લાઈસ પ્લેટમાં કાઢી લો. તમારી ગરમા ગરમ ચિલી ચીઝ બ્રેડ ટોસ્ટ તૈયાર છે! હવે તેનો સ્વાદ માણો.તમારાં બાળક પણ ખાઇને કહેશે વાહ!


  • Follow us on: