જ્યારે પણ સ્વસ્થ અને સ્વાદિષ્ટ ખોરાકની વાત આવે ત્યારે આપણી પાસે ઓછા વિકલ્પ હોય છે. આજે તમને પૌષ્ટિક રાગીના અપ્પેની વાનગીની રેસીપી જણાવીશું. દક્ષિણ ભારતની આ પરંપરાગત રેસીપી છે. જો કે આજકાલ આ વાનગી ખૂબ લોકપ્રિય થઈ છે. કારણ કે રાગીમાં આયર્ન, ફાઇબર અને કેલ્શિયમનો સારી માત્રામાં પોષકતત્વો રહેલા છે. ખાસ કરીને જે લોકો વજન ઉતારવા માગ છે તેમના માટે આ વાનગી વરદાન છે. વજન ઉતારવા તેઓ સપ્તાહમાં બે-થી ત્રણ વાર રાગીમાંથી બનતી વિવિધ વાનગીનો ઉપયોગ કરી શકો છો.


રાગી અપ્પે બનાવવા માટેની સામગ્રી : આ વાનગીમાં તમે વાટેલા આદુ-મરચાં અથવા તેની પેસ્ટ પણ લઈ શકો છો. તેમજ કોથમીર અને સ્વાદ મુજબ મીઠું લો. અને વઘારવા માટે રઈ અને મીઠો લીમડો.

  • 1 કપ રાગીનો લોટ
  • 1/2 કપ રવો
  • 1/2 કપ દહીં
  • 1/2 છીણેલું ગાજર
  • 1 ઝીણી સમારેલ ડુંગળી
  • જરૂર મુજબ પાણી

રાગીના અપ્પે બનાવવાની રીત :

  • આ વાનગી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં રાગીનો લોટ લો. તેમાં સોજી, દહીં અને થોડું પાણી મિક્સ કરીને ઘટ્ટ ખીરું તૈયાર કરો. પછી આ મિશ્રણને તમે 15 થી 20 મિનિટ એરટાઈટ વાસણમાં રેસ્ટ કરવા મૂકો.
  • ત્યાં સુધી તમે ગાજર, ડુંગળી ઝીણા સમારી લો. આમાં તમે ઇચ્છા મનપસંદ શાક જેવા કે મકાઈ અને ટામેટા તેમજ કેપ્સિકમનો પણ ઉપયોગ કરી શકો છો.
  • 20 મિનિટ થયા બાદ હવે એક નાના પેનમાં થોડું તેલ ગરમ કરો. પછી આ તેલમાં રાઈના દાણા નાખો અને તે તતડે એટલે તેમાં લીમડાના પાન નાખો. આ વઘારને તમે ખીરાના ઘટ્ટ મિશ્રણમાં નાખો.
  • બાદમાં અપ્પે પેનને થોડું તેલથી ગ્રીસ કરી તમામ નાના ડબ્બામાં થોડું ખીરું રેડો. હવે તેને ઢાંકીને મધ્યમ તાપ પર 3-4 મિનિટ સુધી ગેસ પર કૂક થવા દો. પછી તેને પલટાવીને બીજી બાજુ પણ કૂક કરો. આમ,
  • બંને બાજુથી અપ્પે આછા બ્રાઉન રંગના થાય ત્યારે સમજવું કે તમારા રાગી અપ્પે તૈયાર થઈ ગયા છે. તમે ટૂથપિક નાખી પણ ચકાસણી કરી શકો છો. હવે તૈયાર થયેલા આ અપ્પેની દહી તીખારી અથવા ટામેટા કે કોથમીરની ચટણી સાથે ખાઈ શકો છો.

  • Follow us on: