વર્કિંગ વુમન માટે ઘર અને ઓફિસ વચ્ચે તાલમેલ જાળવવો એક પડકાર હોય છે. વર્કિંગ મહિલાઓ ઓફિસના ફુલ ટાઈમમાં વર્ક સાથે ઘરની જવાબદારીઓ પણ પૂર્ણ કરે છે. આખો દિવસ કામ કર્યા બાદ રાત્રિના ડિનરમાં હંમેશા તેઓ ઓછી મહેનતે-ફટાફટ બનતી વાનગી બનાવવું વધુ પ્રીફર કરતી હોય છે. દરરોજ તેઓ એવા વિકલ્પ શોધી શકતી નથી.
રાત્રિના ડિનરની બેસ્ટ રેસીપી
આજે રાત્રિના ડિનરની બેસ્ટ રેસીપીની ટિપ્સ આપીશું. આ વાનગી ફક્ત ઝટપટ બનશે નહીં પરંતુ પરિવારના લોકો ભરપેટ ખાઈ શકશે અને પ્રશંસાના પુલ બાંધશે. રાત્રિના ભોજનમાં તમે પુલાવમાં એક નવી વેરાયટી બનાવો. રાત્રે ચણા પુલાવની વાનગી ખાધા બાદ તમારે વધુ કોઈ બીજા નાસ્તાની પણ જરૂર નહી પડે.
Also Read
15 ઓગસ્ટે આ મેટ્રો સ્ટેશનોમાં પ્રવેશ અને બહાર નીકળવા પર રહેશે પ્રતિબંધ, મુસાફરી માટે નીકળતા પહેલા જાણી લો જરૂરી બાબતો
Rakshabandhan Special Recipe : રક્ષાબંધન તહેવારમાં ભાઈને આપો અનોખી ભેટ, બનાવો પાન લડ્ડુની મીઠાઈ
Recipe : ફક્ત 30 મિનિટમાં તૈયાર થશે સુપર ટેસ્ટી નાસ્તો રાગી અપ્પે, વજન ઉતારનારા માટે વરદાન
ચણા પુલાવ બનાવવા માટેની સામગ્રી:
આ વાનગીમાં રોજિંદા મસાલામાં લાલ મરચું, હળદર પાઉડર, ઝીણું સમારેલું લીલું મરચું, ઝીણી સમારેલી કોથમીર, આદું, લસણ અથવા લસણની પેસ્ટ, અને સ્વાદ મુજબ મીઠું ઉપયોગમાં લો.
- 1 કપ બાસમતી ચોખા
- 1 કપ બાફેલા ચણા
- 1 મોટી ડુંગળી (બારીક સમારેલી)
- 1 ટામેટા (બારીક સમારેલા)
- 1 ચમચી જીરું
- 1 તમાલપત્ર
- 2-3 લવિંગ અને એલચી
- 1/2 ચમચી
- 1 ચમચી બિરયાની મસાલો
- 2 ચમચી ઘી અથવા તેલ
ચણા પુલાવ બનાવવાની રીત :
- આ ખાસ પુલાવ બનાવતા પહેલા ચોખા ધોઈને 20 મિનિટ માટે પલાળી રાખો. પછી કુકરમાં ઘી અથવા તેલ ગરમ કરી તેમાં જીરું, તમાલપત્ર, લવિંગ અને એલચી ઉમેરીને તેને સાંતળી લો.
- ત્યારબાદ તેમાં ડુંગળી નાખો અને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. પછી આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરી 1 મિનિટ સાંતળો અને ત્યારબાદ ટામેટાં ઉમેરો અને પછી તેને ઢાંકણ ઢાંકી તે નરમ થાય ત્યાં સુધી કૂક થવા દો. પછી આ મિશ્રણમાં હળદર, લાલ મરચું અને બિરયાની મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.
- હવે પાણીમાં પલાળેલા ચોખાને ચાળણીમાં કાઢી લો જેથી તેમાંથી બધુ પાણી નીકળી જાય. હવે પુલાવના શાકના મિશ્રણમાં બાફેલા ચણા ઉમેરી થોડીવાર સાંતળી લો. અને હવે આ મિશ્રણમાં તમે પાણી નિતારેલા ચોખા નાખો.
- ત્યારબાદ 2 કપ પાણી નાખી કૂકરનું બંધ કરી 1 સિટી વગાડયા બાદ લો ફલેમ પર 5 થી 7 મિનિટ સુધી આ પુલાવ કૂકરમાં ચઢવા દો અને પછી ગેસ બંધ કરી લો. તૈયાર થઈ ગયો ચણા પુલાવ. કૂકર ખુલે એટલે તેમાં કોથમીર નાખી દહીં સાથે આ ચણા પુલાવ ખાઈ શકો છો. આ પુલાવને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવા સિઝનલ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો.










