રક્ષાબંધન તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભાઈ-બહેનના સંબંધની ઉજવણીનો આ ખાસ તહેવાર છે. આ તહેવારને વધુ યાદગાર બનાવવા તમે એક યુનિક વાનગી બનાવી શકો છો. આ વાનગી ભાઈ-બહેનના સંબંધમાં વધુ મીઠાશ ભરશે. ભાઈ પ્રત્યે પોતાના પ્રેમ દર્શાવવા આ રક્ષાબંધન પર કંઈક અનોખું બનાવવાની ઇચ્છા હોય તો આ તમારા માટે છે.


પાન લડ્ડુની અનોખી મીઠાઈ

આ ખાસ મીઠાઈ અન્ય મીઠાઈ કરતા અલગ પડશે. સામાન્ય રીતે મીઠાઈનું નામ આવતા જ કાજુ કતરી, પેંડા અને મગજના લાડુ યાદ આવે છે. આ રક્ષાબંધન પર તમે પાન લડ્ડુની અનોખી મીઠાઈ બનાવી ભાઈ અને તેના પરીવારનું દિલ જીતી શકશો. જાણો આ વાનગી કેવી રીતે બનાવવી. નોંધી તેની રેસીપી.

પાન લડ્ડુ બનાવવા માટે સામગ્રી:

  • 1 કપ સૂકું નારિયેળ (છીણેલું)
  • 5-6 નાગરવેલના પાન (ઝીણા સમારેલા)
  • 1/2 કપ કન્ડેન્સ્ડ દૂધ
  • 2 ચમચી ગુલકંદ
  • 1/4 કપ કાજુ અને બદામ (બારીક સમારેલા)
  • 1/2 ચમચી વરિયાળી પાવડર
  • 2-2 એલચી (પીસેલી)

પાન લડ્ડુ બનાવવા માટેની રીત:

  • આ મીઠાઈ બનાવવા તો સૌ પ્રથમ બજારમાંથી નાગરવેલના પાન ખરીદી લો. આ પાન ઘરે લાવીને બરાબર સાફ કરી સૂકવી દો. તમે અગાઉથી લાવી ફ્રિજમાં રાખી શકો છો. જ્યારે મીઠાઈ બનાવવાની હોય ત્યારે ફ્રિઝમાંથી થોડા સમય પહેલા બહાર કાઢી લેવા.
  • પાન લાડુ બનાવવા સૌ પ્રથમ નાગરવેલના પાન અને ગુલકંદને મિક્સરમાં નાખી ક્રશ કરી લો. ત્યારબાદ પાનના આ મિશ્રણને એક વાસણમાં કાઢી લો. ત્યારબાદ એક કઢાઈમાં સૂકા નારિયેળને આછા ગુલાબી રંગનું થાય ત્યાં સુધી શેકી લો. તેમાંથી સુગંધ આવવા લાગશે. ત્યારબાદ તેમાં ક્રશ કરેલા પાન અને ગુલકંદનું મિશ્રણ ઉમેરો. 5 મિનિટ તેને હલાવ્યા બાદ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો.
  • આ મિશ્રણમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખ્યા બાદ સતત હલાવતા રહો. જેથી તે ઘટ્ટના થઈ જાય. કન્ડેન્સ્ડ મિલ્ક નાખ્યા બાદ આ મિશ્રણને ધીમા તાપે 4-5 મિનિટ સુધી કૂક કરો.
  • ત્યારબાદ તેમાં સમારેલા ડ્રાયફ્રૂટ, વરિયાળી પાવડર અને એલચી પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી ગેસ બંધ કરી દો. જ્યારે મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યારે હાથમાં થોડું ઘી લગાવી તેમાંથી નાના લાડુ બનાવો.
  • આ લાડુ તૈયાર થઈ જાય એટલે તમે ઉપર બદામ અને પિસ્તાની સજાવટ કરી શકો છો. તૈયાર થઈ ગઈ તમારી યુનિક મીઠાઈ. આ મીઠાઈને ફ્રિજમાં 1-2 કલાક માટે સેટ થવા દો. 

  • Follow us on: