દિવાળી પર ઘર જેટલું સ્વચ્છ અને સુંદર રીતે શણગારેલું હોય છે, તેટલી જ દેવી લક્ષ્મી તેના આશીર્વાદ વરસાવે છે. જયારે ઘરની સફાઈની વાત આવે ત્યારે રસોઈ ઘર અને લિવિંગ રૂમ પર વધુ ફોકસ કરવામાં આવે છે. કારણ કે ઘરમાં આ બંને સ્થાન ખૂબ મહત્વના છે. લિવિંગ રૂમમાં અત્યારે મોટાભાગના લોકોના ઘરે સોફા હોય છે. ફેબ્રિક અને મખમલથી બનેલા સોફાની સફાઈ કરવાનું મોટું મુશ્કેલ કાર્ય લાગે છે.


પૈસા ખર્ચ કર્યા વગર થશે સોફાની સફાઈ

મોંઘા સોફાની સફાઈ સરળ નથી. આ માટે 90 ટકા લોકો બહારથી સ્પેશિય માણસ બોલાવે છે. પરંતુ આજે તમને સોફા સાફ કરવાની સરળ ટીપ્સ આપીશું. પૈસા ખર્ચ્યા વગર આ સરળ રીતે તમે મોંઘા અને કિમંતી સોફાની સફાઈ કરી શકશો. દિવાળી પહેલા ગંદા સોફાને ચમકદાર બનાવવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો. વેક્યુમ ક્લીનર ગંદા સોફા માટે બેસ્ટ ઓપ્શન છે. તમારી પાસે આ ઇલેક્ટ્રોનિક સફાઈ ઉપકરણ હોય તો તેનો ઉપયોગ કરી તમારા સોફાના દરેક ખૂણામાંથી ધૂળ અને ગંદકી દૂર કરવા માટે કરી શકો છો.

સોફા સફાઈ કરવાની આ છે સરળ ટિપ્સ

સોફાનું ફેબ્રિક ખાસ કાપડથી બનેલું હોય છે. સોફાના કવર પર ધૂળ અને ગંદકી જમા ન થાય તે માટે નરમ બ્રશ અથવા સ્વચ્છ સુતરાઉ કાપડથી ઉપરના કપડાની સફાઈ કરો. ચામડાનો સોફા સેટ હોય તો લીંબુ અને માઇલ્ડ શેમ્પૂથી પણ સાફ કરી શકો છો. આ મિશ્રણવાળા પ્રવાહીને સોફામાં લગાવી થોડીવાર રહેવા દો અને પછી સ્વચ્છ કપડાંથી સાફ કરી લો. ચામડા પર ચોંટેલી બધી ગંદકી દૂર થઈ જશે, જેનાથી સોફા ફરીથી ચમકતો રહેશે. અને જો કાપડનો સોફા હોય, તો ટી બેગ ટિપ્સ ટ્રાય કરો. ટી બેગ બનાવ્યા પછી તેને ફેંકી દેવાના બદલે એવી સપાટી પર મૂકો જે ખાસ કરીને ગંદી હોય અથવા ભીની ગંધ આવતી હોય. તેને 30 મિનિટ સુધી રહેવા દો. તે ગંધ અને ધૂળ શોષી લેશે.લીંબુના રસ અને બેકિંગ સોડાથી બનેલી પેસ્ટ ફેબ્રિક સોફામાંથી સખત ડાઘ દૂર કરે છે. 


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: