દિવાળી તહેવારને ગણતરીના દિવસો બાકી છે. પ્રકાશનું પર્વ કહેવાતા દિવાળી તહેવારમાં લોકો ઘરને સુંદર રીતે સજાવટ કરે છે. દિવાળી તહેવાર ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે ઉજવણી થાય છે. દિવાળીમાં રાત્રે ફટાકડા ફોડવાનો લોકો આનંદ ઉઠાવે છે. નાના તારા મંડળ, ચકેડી, પેન્સિલથી લઈને આકાશમાં આતશબાજી રચાય તેવા ફટાકડાની બજારમાં ભારે માગ હોય છે. જો કે દિવાળીમાં ફટાકડા ફોડવાની પરંપરાના કારણે પ્રદૂષણ પણ વધે છે. ખાસ કરીને આ સમયમાં પ્રદૂષણ વધતા શ્વાસ અને અસ્થમના દર્દીઓ માટે સમસ્યા વધે છે.
પ્રદૂષણથી શ્વાસ અને અસ્થમના દર્દીને સમસ્યા
ફટાકડાના કારણે દિવાળીના દિવસોમાં વાયુ પ્રદૂષણ વધે છે. આ સમયગાળામાં શિયાળાની ઠંડીની અસર પણ દેખાય છે. ત્યારે વાયુ પ્રદૂષણના કારણે હવા ઝેરી બને છે. આવી સ્થિતિમાં અસ્થમા અને શ્વાસના દર્દીઓ માટે હવા શુદ્ધિકરણ કરતા છોડ આર્શીવાદ સમાન છે. દિવાળીમાં ફટાકડાના કારણે થતાં પ્રદૂષણથી રાહત મેળવવા ઘરમાં અથવા ગેલેરીમાં પ્લાન્ટમાં આ છોડ લગાવી શકો છો. હવા શુદ્ધિકરણ કરતા આ છોડ પ્રદૂષતિ ઝેરી હવા સામે રક્ષણ આપશે અને સારો ઓક્સિજન આપશે.
કુદરતી હવા શુદ્ધિકરણનો ઉત્તમ સ્ત્રોત
ઘરમાં આ છોડ લગાવી તમે સારો ઓક્સિજન મેળવી શકો છો. સ્પાઈડર પ્લાન્ટ હાઇબ્રિડ પ્યુરિફાયર તરીકે કામ કરે છે. તે ફોર્માલ્ડીહાઇડ, ટોલ્યુએન, બેન્ઝીન અને કાર્બન મોનોક્સાઇડ જેવા હાનિકારક રસાયણોને શોષી લેશે. એલો બાર્બાડેન્સિસ મિલર છોડ પણ હવામાંથી હાનિકારક રાસાયણિક ફોર્માલ્ડીહાઇડ શોષી લે છે. એલોવેરા છોડમાં પણ એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો રહેલા છે. જે હવામાંથી ઝેરી કણોને શોષી લે છે. પીઆ ઉપરાંત મની પ્લાન્ટ ટ્રાઇક્લોરોઇથિલિન જેવા હાનિકારક રસાયણોને સરળતાથી ડિગ્રેડ કરે છે. સ લિલીના સફેદ ફૂલો, જે ઘરની સુંદરતામાં વધારો કરે છે, તે તાજગીનો અહેસાસ કરાવે છે. આ છોડ કુદરતી હવા શુદ્ધિકરણનો ઉત્તમ સ્ત્રોત છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )