વાળ ખરવાની સમસ્યાને આપણે સામાન્ય માનીએ છીએ. પરંતુ વારંવાર હેર ફોલ થાય તો કિડની ડિસીઝનું જોખમ હોઈ શકે છે. કિડની આપણા શરીર માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરે છે એટલે જ તેની સરખામણી સુપર કોમ્પ્યુટર સાથે કરાય છે. મહિલા હોય કે પુરુષ બધાના શરીરમાં સામાન્ય રીતે બે સ્વસ્થ કિડની હોય છે. કિડની શરીર માટે જરૂરી પ્રવાહી જાળવી વધારાનું પ્રવાહી પેશાબ વાટે દુર કરે છે. પરંતુ જ્યારે ઉપાય કર્યા બાદ પણ વાળ ખરવાની સમસ્યા જોવા મળે તો ચોક્કસ કિડની બીમારીનો સંકેત છે. શરીરમાં ઝડપી વાળ ખરવાના લક્ષણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે છે,


કિડની શરીરનું મહત્વનું અંગ

વાળ ખરવાનું કારણ કિડનીનો રોગ હોઈ શકે છે. કિડની શરીરનું મહત્વનું અંગ છે. કિડની આપણા શરીરમાં સોડીયમ, પોટેશિયમ, ક્લોરાઈડ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, બાયકાર્બોનેટ વગેરેને નિયમન કરવાનું કાર્ય કરે છે. અને જ્યારે કિડનીને નુકસાન થાય છે, ત્યારે શરીરમાં કચરો એકઠો થવા લાગે છે અને પોષક તત્વોનું અસંતુલન થાય છે. જેની સીધી અસર વાળ પર પડે છે. વાળના ફોલિકલ્સ નબળા પડવા લાગે છે અને વાળ સામાન્ય કરતાં વધુ પડતા ખરવા લાગે છે. આ સમયે કિડનીના દર્દીઓમાં વાળ પાતળા થવા, શુષ્કતા, તૂટવા અને ટાલ પડવાનો અનુભવ કરે છે.

કિડની બીમારીમાં કેમ વાળ ખરે છે

કિડની ઝેરી તત્વોને ફિલ્ટર કરવા, ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવા અને એકંદર ચયાપચયને ટેકો આપવા માટે જરૂરી છે. જ્યારે કિડનીનું કાર્ય ઘટે છે, ત્યારે યુરિયા અને ક્રિએટિનાઇન જેવા કચરાના ઉત્પાદનો લોહીમાં એકઠા થાય છે, જે યુરેમિયા નામની સ્થિતિ તરફ દોરી જાય છે. આ ઝેર વાળના ફોલિકલ્સ સહિત ઘણા અવયવોને અસર કરે છે. કિડની રોગ શરીર પર ઘણો તણાવ લાવે છે, જેના કારણે ટેલોજન એફ્લુવિયમ નામની સ્થિતિ થઈ શકે છે, જે વાળ ખરવાનું કારણ બને છે. ક્રોનિક કિડની ડિસીઝ (CKD) શરીરમાં ઘણા જરૂરી પોષક તત્વો અને હોર્મોન્સ, જેમ કે આયર્ન, ઝિંક, વિટામિન ડી અને પેરાથાઇરોઇડ હોર્મોન્સના સંતુલનને અસર થતા વાળ ખરવા લાગે છે. જયારે તમે ઝડપથી વાળ ખરવાનો અનુભવ કરતા હોવ ત્યારે તેને નાની સમસ્યા તરીકે ના અવગણતા ડોક્ટરની મુલાકાત લો.

  • Follow us on: