શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. આ ઋતુમાં ત્વચા રૂખી થવા લાગે છે, ખંજવાળ આવે છે અને ઘણીવાર ત્વચા ફાટી પણ જાય છે. તેનું મુખ્ય કારણ છે ઠંડી અને શુષ્ક હવા, તેમજ ઘરની અંદર હીટિંગ સિસ્ટમ, જે ત્વચાની નમી ખેંચી લે છે. આ સમસ્યાઓથી બચવા માટે ત્વચાને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે. સાથે જ ત્વચાને કુદરતી ચમક આપવા માટે તમે અનેક ફળોને પોતાના ખોરાકમાં શામેલ કરી શકો છો. વિટામિન, એન્ટીઓક્સિડન્ટ અને હાઇડ્રેશનથી ભરપૂર આ ફળો ત્વચાની શિયાળાની ચમક જાળવી રાખવાના શ્રેષ્ઠ ઉપાયોમાંથી એક છે.આવો જાણીએ એ એ કયા કયા ફળો છે જેને તમે ડાયેટમાં સામેલ કરી શકો છો.
આ ફળોનુ સેવન કરો
નારંગી
વિટામિન C થી ભરપૂર નારંગી ત્વચાની લવચીકતા જાળવી રાખવા માટે જરૂરી કોલાજનના ઉત્પાદનમાં મદદ કરે છે. દરરોજ એક નારંગી ખાવાથી કે તાજો નારંગીનો રસ પીવાથી ત્વચામાં નિેખાર આવે છે અને કાળા ડાઘ કે પિગ્મેન્ટેશન ઘટે છે. ઉપરાંત, નારંગીથીથી મળતું કુદરતી હાઈડ્રેશન ત્વચાને નરમ અને ચમકદાર રાખે છે.
દાડમ
એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર દાડમ ત્વચાને કુદરતી નિખાર અને ચમક આપે છે. દાડમમાં રહેલા હાઈડ્રેટિંગ અને સોજો ઘટાડતા ગુણ ત્વચાને નમી આપે છે અને લાલાશ ઘટાડે છે. દાડમ ત્વચાના રૂષ્કપણાને અંદરથી દૂર કરવા માટે ખૂબ જ લાભદાયક છે.
પપૈયું
પપૈયું પપેન નામના એન્ઝાઈમથી ભરપૂર હોય છે, જે એક પ્રકારના સ્કિન એક્સફોલિએટર તરીકે કામ કરે છે. તે મૃત ત્વચા કોષોને દૂર કરે છે અને અંદરથી તાજી અને ચમકદાર ત્વચા આપે છે. પપૈયું વિટામિન A, C અને Eથી ભરપૂર હોય છે. જે ત્વચાની મરામત માટે જરૂરી છે. શિયાળામાં જ્યારે ત્વચા રૂખી અને નિર્જીવ થવા લાગે, ત્યારે નિયમિત પપૈયું ખાવાથી ત્વચાની બનાવટ નરમ અને સારી બની શકે છે.
જામફળ
જામફળમાં વિટામિન C ની માત્રા સંતરાની તુલનાએ લગભગ ચારગણી વધારે હોય છે. વિટામિન C ની આ ઊંચી માત્રા તેને ત્વચાના રુષ્કપણાની સામે લડવા માટે એક શક્તિશાળી ફળ બનાવે છે. આ ઉપરાંત, તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ સહાય કરે છે. જામફળમાં રહેલું વિટામિન C ત્વચાના કોષોની મરામત ઝડપથી કરે છે, જેના કારણે ત્વચા તાજી અને ચમકદાર રહે છે.