ઓક્ટોબર મહિનાની શરૂઆત થતાં જ ઠંડીનો હળવો ચમકારો શરૂ થઈ જતો હોય છે. અને આ સાથે શરીરમાં ઠંકડની સીધી અસર હાથ-પગની સ્કીન અને મોંઢા પર જોવા મળતી હોય છે. સામાન્ય ઠંડીમાં પણ ઘણા લોકોને સ્કીન ડ્રાય થવા લાગે છે. હાથ પગમાં ડ્રાયનેસના કારણે ઈચિંગ થવી કે તળીયામાં તીરાડો પડી જવા જેવી સમસ્યા સર્જાતી હોય છે. જો સમયસર તેની કેર કરવામાં ના આવે તો સમસ્યા વધી જાય છે. ત્યારે જરૂરી બની જાય છે કે તમે અત્યારથી જ કેટલાક અસરદાર ઉપાયો શરૂ કરી દો. જેથી ઠંડીમાં તમારી સ્કીન મુલાયમ અને સ્વસ્થ બની રહે. જાણીએ કેટલાક ઘરેલું અને અસરદાર ઉપાય જે તમારી સ્કીનને સોફ્ટ અને હેલ્થી બનાવશે.


નારીયેળ તેલ સ્કીનને આપે છો પોષણ

નારીયેળ તેલ સામાન્ય રીતે તમામના ઘરે મળી રહે છે. નારીયેળનું તેલ ત્વચાને અંદરથી મુલાયમ બનાવે છે, સાથે જ તેનામાં એન્ટીબેક્ટેરિયલ ગુણો પણ હોય છે. રોજ સ્નાન કર્યા બાદ તમે સ્કીન પર તેને લગાવી હળવો મસાજ કરી શકો છો. ઉપરાંત રાત્રે સૂતા પહેલા પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

શિયા બટર સ્કીનને બનાવશે ગ્લોઈંગ

માર્કેટમાં ઘણા એવી ક્રીમ અને મોશ્ચરાઈઝર મળે છે જેમાં શિયા બટરનું પ્રમાણ હોય છે. જો તમારી પાસે શિયા બટર નથી તો તમે આવા બોડી લોશન કે ક્રીમનો ઉપયોગ કરી શકો છો. જેના ઉપયોગથી તમારી સ્કીન સોફ્ટ તો રહેશે જ પણ સાથે ગ્લો પણ કરશે.

ગ્લિસરિન અને ગુલાબજળ આપશે સોફ્ટનેસ

આ બંને વસ્તુઓ તમને માર્કેટમાં ખુબ જ ઓછા ભાવે મળી રહેશે. ગ્લિસરિન અને ગુલાબજળને મિક્સ કરી સ્કીન પર લગાવવાથી સ્કીન સોફ્ટ અને ગ્લોઈંગ બને છે. એક અડધી બોટલ ગ્લિસરીનમાં તમે ગુલાબજળ મિક્સ કરી તેને સ્કીન પર લગાવી શકો છે. આનાથી તમારી સ્કીનને લગતી ઘણી સમસ્યાઓ ઉકેલાઈ જશે.

એલોવેરા જેલના ઉપયોગથી ખીલી ઉઠશે સ્કીન

ખુબ જ સરળતાથી મળી જતું એલોવેરા શિયાળાની સિઝનમાં ઈચિંગ, બળતરા અને સ્કીન એલર્જી જેવી સમસ્યામાં રાહત આપે છે. આના ઉપયોગથી સ્કીન એકદમ ખીલી ઉઠે છે. તમે એલોવેરા જેલનો દિવસમાં બે વાર ઉપયોગ કરો. રાત્રે સૂતા પહેલા સ્કીન પર એલોવેરા જેલ લગાવવાથી ઘણો ફાયદો થશે.

બદામના તેલનો કરો ઉપયોગ

જો તમારી પાસે બદામનું તેલ છે તો તેનો ઉપયોગ પણ સ્કીનને સોફ્ટ રાખવા માટે કરી શકાય છે. આ ખુબ જ લાઈટવેટ હોય છે. અને સ્કીનને ખુબ સારું પોષણ પુરું પાડે છે. આ રોજિંદા ઉપયોગ માટે બેસ્ટ છે, ખાસ કરીને નાના બાળકો માટે સૌથી સુરક્ષિત છે.


  • Follow us on: