સવારનો સમય આપણા શરીર માટે સૌથી ખાસ હોય છે. આ સમયે આપણે શું અને કેવી રીતે ખાઈએ છીએ, તેની અસર આખા દિવસ આરોગ્ય, ઉર્જા અને પાચનતંત્ર પર પડે છે. ખાસ કરીને ખાલી પેટે લેવાતું પહેલું આહાર પાચન તંત્રને યોગ્ય રાખવામાં, મેટાબોલિઝમ વધારવામાં અને આખો દિવસ ઊર્જાવાન રહેવામાં મદદરૂપ થાય છે. પરંતુ ઘણા લોકો સવારે ખોટા પ્રકારના ખોરાકથી ગેસ, અપચો કે એસિડિટીની સમસ્યાનો સામનો કરે છે. તેથી જાણવું મહત્વપૂર્ણ છે કે ખાલી પેટે શું ખાવું જેથી ગેસ ના બને. તો આવો જાણીએ...
ખાલી પેટે શું ખાવાથી ગેસ થતો નથી
1. ગરમ પાણી અથવા લીંબુ પાણી
સવારમાં ઊઠીને સૌથી પહેલા એક ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવું પેટને ડિટોક્સ કરે છે. જો તેમાં થોડું લીંબુ ઉમેરો તો એ શરીરમાંથી ઝેરિલા તત્ત્વો કાઢવામાં અને મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. આનાથી પાચનતંત્ર હલકું અને સક્રિય રહે છે અને આખો દિવસ તાજગી અનુભવાય છે.
2. ઓટસ અથવા દલિયું
ખાલી પેટે ઓઈલી અથવા ભારે ખોરાક લેવાથી ગેસની સમસ્યા વધી શકે છે. આવા સમયમાં ઓટસ અથવા દલિયા શ્રેષ્ઠ વિકલ્પ છે. આમાં ભરપૂર ફાઈબર હોય છે અને એ ધીરે ધીરે પચે છે, જેથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને એસિડિટીના કે બ્લોટિંગના પ્રશ્નોથી બચી શકાય છે.
3. ફ્રુટ્સ
જો તમારે કંઈક હલકું અને તરત બનતું જોઈએ તો કેળા, સફરજન અથવા પપૈયું ખાઈ શકો છો. આ ફળો સહેલાઈથી પચી જાય છે અને પેટને આરામ આપે છે. આમાં રહેલા ફાઈબર અને કુદરતી સુગર તમને ઊર્જા આપે છે અને પેટ પર વધારે ભાર પણ નથી પાડતો.
4. પલાળેલા સુકા મેવાં
રાતે પલાળેલા બદામ અથવા અખરોટ ખાલી પેટે ખાવા ખૂબ લાભદાયક છે. આ માત્ર પાચનને જ સારૂં નથી કરતાં, પણ શરીરને હેલ્ધી ફેટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ પણ આપે છે. આનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને પાચન સંબંધિત તકલીફો દૂર રહે છે.
5. સાદું નાળિયેર પાણી
સવારે ફ્રેશ અને આરોગ્યદાયક ફીલ કરવાનુ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે નાળિયેર પાણી. એ તરત શરીરને હાઈડ્રેટ કરે છે, ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ પૂરી કરે છે અને ગેસ કે એસિડિટીની સમસ્યા ઘટાડે છે.