લાંબા, ઘાટ્ટા અને મજબૂત વાળ ઇચ્છો છો. તેના માટે અનેક લોકો તમામ પ્રકારના મોંઘા મોંઘા પ્રોડ્ક્ટસ લગાવતા હોય છે, હેર ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. જોકે, આ બધાથી અલગ તમે ઇચ્છો તો કેટલાંક નેચરલી રીતે તમે પણ હેર ગ્રોથને વધારી શકો છે. એમાંની એક વસ્તુ છે લીમડાના પાન. આવો જાણીએ લીમડાના પાન સ્વાસ્થ્યની સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
વાળ માટે કેવી રીતે ફાયદાકારક છે લીમડાંના પાન?
વાળની સાચી મજબૂતી અંદરથી આવે છે. હેલ્ધી હેર ફોલિક્સ માટે શરીરને જિંક, ફોસ્ફોરસ, મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ જેવા માઇક્રોન્યૂટ્રિએન્ટ્સ અને પ્રોટીન જેવા મેક્રોન્યુટ્રિએન્ટની જરૂરત હોય છે. જો આ પોષક તત્વો પર્યાપ્ત માત્રામાં મળે,તો ન માત્ર વાળ ઉતરવાનું બંધ થશે. પરતુ હેર ગ્રોથ પણ ઝડપથી થાય છે અને વાળ મજબૂત અને લાંબા ઘાટ્ટા પણ બને છે. હવે, લીમડાના પાનમાં આ દરેક પોષક તત્વોનો નેચરલી સ્ત્રોત છે. એવામાં હેલ્ધી હેર માટે તમે તમારી ડાયેટમાં આને સામેલ કરી શકો છો.













