સામાન્ય રીતે લોકો સફેદ વાળને પસંદ નથી કરતા અને સફેદ વાળ ફરીથી કાળા કરવા માટે કેમિકલયુક્ત હેર ડાઈનો ઉપયોગ કરવા લાગે છે પરંતુ તે વાળ માટે સારી નથી અને તેનો રંગ પણ લાંબો સમય ટકે એમ નથી. એવા સંજોગોમાં તમે ઘરેલુ ઉપાય અજમાવી શકાય છે, જે વાળની સફેદી દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.માત્ર આ એક ફૂલ તમારાં સફેદ વાળને કાળા કરશે..એ ફુલ છે ગુલહરનુ ફુલ, હિબિસ્ક્સ ફુલ
સફેદ વાળ માટે ગુલહરનો ફૂલ
1. ગુલહરનુ ફૂલ, મેથી અને દહીં:
ગુલહરના ફૂલમાં પ્રોટીન, એમિનો એસિડ અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે, જે વાળ માટે ઘણી રીતે લાભદાયી હોય છે. ગુલહરના ફૂલની પેસ્ટ બનાવી તેમાં દહીં અને મેહંદી પાવડર મિક્ષ કરો. આ હેર માસ્કને માથા પર લગાવીને 30 થી 40 મિનિટ સુધી રાખો. નિયમિત ઉપયોગથી સફેદ વાળ ધીમે ધીમે કાળા થશે.
2. ગુલહર ફૂલનો સ્પ્રે:
દરરોજ ગુલહરના ફૂલથી બનેલા પાણીનો વાળ પર સ્પ્રે કરવાથી પણ વાળ કાળા થવામાં મદદ મળી શકે છે. ગુલહરના ફૂલને પાણીમાં ઉકાળો અને આ પાણીને ગાળીને સ્પ્રે બોટલમાં ભરો. શેમ્પૂ કરતાં એક કલાક પહેલા આ પાણીને વાળમાં છાંટો.
3. ગુલહરનું તેલ:
ગુલહરનું તેલ પણ વાળ કાળા કરવાના ઘરેલુ ઉપાયમાંથી એક છે. તેલ બનાવવા માટે ગુલહરના ફૂલ, તેના પાંદડા, મેથીના દાણા અને નાળિયેર તેલ સાથે ઉકાળો. આ તેલને અઠવાડિયામાં 2 વખત વાળમાં લગાવવાથી વાળ મૂળથી કાળા થવામાં મદદ મળે છે.
સફેદ વાળ માટે અન્ય ઘરેલુ ઉપાય
મેહંદી + કોફી: મેહંદીમાં કોફી મિક્ષ કરીને વાળમાં લગાવવાથી વાળ કાળા થશે.
આમળાંનો રસ અથવા પાવડર: આમળાં વાળ માટે ખુબ જ લાભદાયી છે. આવળાનો રસ સીધો માથા પર લગાડો અથવા આવળાનો પાવડર પાણીમાં ભેળવીને વાળમાં લગાવો.
લીમડાંના પાન+ નાળિયેર તેલ: નાળિયેર તેલમાં કરી પત્તા ઉકાળી લો અને તેલ ઠંડુ થયા પછી વાળમાં લગાવો. આ તેલ વાળ માટે ચમત્કારીક હોય છે.
ડુંગળીનો રસઃ ડુંગળીના રસમાં રહેલ સલ્ફર વાળના રંગને ફરીથી કાળો બનાવી શકે છે. ડુંગળીનો રસ વાળના જડમૂળમાં લગાવો
ચા પત્તીનું પાણી: દરરોજ ચા પત્તી ઉકાળેલું પાણી વાળ ધોવા માટે વાપરો. આનાથી વાળને કુદરતી રીતે કાળો રંગ મળી શકે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )