ભારતીય રસોડાના મસાલાની વિશ્વભરમાં માગ વધી છે. આ સુગંધિત મસાલા ભોજનનો સ્વાદ ફિક્કો પડે છે. હળદરનો પણ ઉપયોગ દરરોજની રસોઈમાં થાય છે. હળદર એક મસાલો જ નહીં ઔષધિ હોવાનું ફક્ત આર્યુવેદ જ નહીં મેડિકલ ક્ષેત્રમાં પણ તેને સુપરફૂડ માનવા લાગ્યા છે. તાજેતરમાં અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને ભારતમાં AIIMSના એક હેલ્થ એકસપર્ટે હળદર શરીરના સ્વાસ્થ્ય માટે બેસ્ટ હોવાનું કહ્યું. વધુમાં તેમણે કહ્યું કે હળદરનું જો નિયમિત માત્રામાં સેવન કરવામાં આવે તો લીવર સંબંધિત બીમારી દૂર રહેશે.


હળદરનું ચોક્કસ માત્રામાં સેવન ફાયદાકારક

હેલ્થ એકસપર્ટના જણાવ્યા મુજબ  ભારતમાં વર્ષોથી વિવિધ રીતે હળદરનું સેવન કરવાની પરંપરા છે. હળદર તેના ઔષધીય ગુણો માટે જાણીતી છે.  હળદરમાં રહેલા કર્ક્યુમિનના તત્વમાં ચમત્કારિક ગુણધર્મો હોવાનું માનવામાં આવે છે. કેટલીક બીમારીમાં જ્યારે દવાના ઊંચા ડોઝ અને ચોક્કસ પ્રકારના સપ્લિમેન્ટ્સે લીવરને નુકસાન પહોંચાડતા હોય છે. ત્યાં ખોરાકમાં હળદર સલામત રીતે લેવામાં આવે તો લીવરને થતા નુકસાન સામે રક્ષણ મળે છે. દરરોજ લગભગ અડધી થી એક ચમચી હળદરનું સેવન લીવરના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. લીવરની સમસ્યા હોય તેવા લોકોએ આહારમાં સાવધ રહેવાની જરૂર છે. તેમણે રોજિંદા આહારમાં ચોક્કસ વસ્તુઓને જ સામેલ કરવી જોઈએ.

લીવરની સમસ્યામાં હળદરનું સેવન લાભદાયી

અભ્યાસોમાં સામે આવ્યું છે કે હળદરમાં રહેલ કર્ક્યુમિન ફેટી લીવર રોગમાં બળતરાનું પ્રમાણ ઘટાડે છે.  હળદરમાં મુખ્ય સક્રિય ઘટક કર્ક્યુમિન છે. આ એક પોલિફેનોલિક સંયોજન છે જે હળદરને તેનો તેજસ્વી પીળો રંગ આપે છે. કર્ક્યુમિન ચોક્કસ પ્રકારના કોલાઇટિસ (એક બળતરા સ્થિતિ), પેટના અલ્સર અને ઉચ્ચ કોલેસ્ટ્રોલને રોકવામાં મદદ કરે છે. નિયમિત અને ચોક્કસ માત્રામાં હળદરનું સેવન પેટની સમસ્યાઓ, ડાયાબિટીસ, ડિપ્રેશન અને વાયરલ ચેપની સારવારમાં લાભદાયી છે. તે એક શક્તિશાળી બળતરા વિરોધી એજન્ટ હોવાથી શરીરને ક્રોનિક સમસ્યા સામે રક્ષણ આપે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં હળદરનું સેવન રામબાણ ઇલાજ છે.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


  • Follow us on: