મહિલાઓ પરીવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. પરંતુ પોતાના સ્વાસ્થ્યની હંમેશા અવગણે છે. અને એટલે જ મહિલાઓમાં પુરુષોની સરખામણીએ પોષકતત્વો ઓછા જોવા મળે છે. ખાસ કરીને મેનોપોઝ પછીના સમયમાં કેલ્શિયમની ઉણપનું જોખમ વધુ હોય છે. મહિલાઓ ભલે મહેનતવાળા શારીરિકશ્રમ ના કરે છતાં નાના પણ વધુ કાર્યો કરે છે. મહિલાઓમાં જયારે કેલ્શિયમની ઉણપ થાય ત્યારે શરીરમાં આ લક્ષણો દેખાય છે. શરીરમાં લાંબા સમય સુધી કેલ્શિયમની ઉણપથી સ્વાસ્થ્ય સમસ્યા વધે છે.


શરીરમાં દેખાય છે આ લક્ષણો

મહિલાઓમાં જયારે શરીરમાં કેલ્શિયમની ઉણપ થવા લાગે ત્યારે ચોક્કસ પ્રકારના દુખાવા અને લક્ષણો દેખાય છે. સ્નાયુઓની જડતા અને ખેંચાણ થવું એ કેલ્શિયમની ઉણપનું સૌથી સામાન્ય લક્ષણ છે. ખાસ કરીને જાંઘ, હાથ અને હિપ્સ ખેંચાણ થાય છે અને ઝીણો-ઝીણો દુખાવો રહે છે. હાડકાંમાં સતત દુખાવો રહે છે, શરીરમાં હાથ અથવા પગની આંગળીઓ, તેમજ હોઠમાં ઝણઝણાટ અથવા નિષ્ક્રિયતા આવે છે. કોઈ ચોક્કસ કારણ વગર સતત થાક, સુસ્તી અને ઉર્જાનો અભાવ અનુભવાય છે, તો ચોક્કસપણે તે કેલ્શિયમની ઉણપનો સંકેત હોઈ શકે છે. કેલ્શિયમની ઉણપથી નખ અને વાળ નબળા પડવા લાગે છે. હૃદયના ધબકારા અનિયમિત થવા લાગે અથવા તો ત્વચા શુષ્ક અને નિર્જીવ દેખાવું એ કેલ્શિયમની ઉણપનો સંકેત છે.

કેલ્શિયમની  ઉણપથી આ રોગનું જોખમ

શરીરમાં લાંબા સમય સુધી કેલ્શિયમની ઉણપ ગંભીર રોગનું જોખમ વધારે છે. લાંબા ગાળા સુધી કેલ્શિયમની ઉણપથી હાડકાં નબળા પડવા લાગે છે, જેના કારણે સાંધા અને હાડકાંમાં સતત દુખાવો થાય છે. આ ઓસ્ટીયોપોરોસિસનું જોખમ વધારે છે, અને નાની ઇજાઓ પણ ફ્રેક્ચર તરફ દોરી શકે છે. કેલ્શિયમની ઉણપ મગજ પર પણ અસર કરે છે. ધ્યાન ગુમાવવું, ભૂલી જવું, ચક્કર આવવા જેવી સમસ્યાના શિકાર થઈ શકીએ છીએ. કેલ્શિયમની ઉણપ દાંતને નબળા પાડતા પેઢાના રોગ, દાંતનો સડો અને પાયોરિયા થવાનું જોખમ વધી જાય છે.

  • Follow us on: