આજે વિશ્વ માનસિક સ્વાસ્થય દિવસ છે. શારીરિક તંદુરસ્તી જ નહીં માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે. આજની ઝડપી અને સ્પર્ધાત્મક સમય અને વ્યસ્ત જીવનના કારણે લોકોમાં માનસિક તણાવ વધ્યો છે. જેના કારણે દુનિયામાં છેલ્લા કેટલાક સમયમાં આજે લોકોમાં ફક્ત શારીરિકની સમસ્યાની જેમ માનસિક સમસ્યા પણ વધી છે. દર વર્ષે 10 ઓક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ માનસિક સ્વાસ્થ્યના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે.
માનસિક સ્વસ્થતા પણ મહત્વની
આજના સમય ઝડપથી બદલાઈ રહ્યો છે. એકસમયે જ્યારે લોકો માનસિક સ્વસ્થતાને લઈને વાત પણ કરતા નહોતા. ત્યાં આજે ડોક્ટરો પણ સૌથી વધુ માનસિક સ્વાસ્થ્ય પર ભાર મૂકવા લાગ્યા છે. વડીલો, યોગગુરુ અને ડોક્ટરો પણ સ્વીકારે છે કે મન આપણી સૌથી મોટી સંપત્તિ છે. આરોગ્ય તંદુરસ્ત રાખવા અને મહત્વના કાર્યો કરવા મન શાંત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
માનસિક સ્વાસ્થ્યનું મહત્વ
દર વર્ષે 10 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ માનસિક સ્વાસ્થ્યના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસ તમામ લોકોને એ વસ્તુ યાદ અપાવે છે કે માનસિક સુખાકારી શારીરિક સ્વાસ્થ્ય જેટલી જ મહત્વપૂર્ણ છે. આ દિવસે, વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ (WFMH) વિશ્વભરના લોકોને માનસિક વિકૃતિઓના નિવારણ અને વધુ સારી સારવાર માટે હિમાયત કરવા માટે એક થવાની તક પૂરી પાડે છે.
આ વર્ષની થીમ છે "સેવાઓની ઍક્સેસ''
બીજા વિશ્વયુદ્ધ પછી વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ (WFMH) ની સ્થાપના 1948 માં લંડનમાં કરવામાં આવી હતી. અને 1992 પછી દર વર્ષે 10 ઓક્ટોબરના રોજ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ઉજવવાની શરૂઆત થઈ. વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ દ્વારા વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસને લઈને દરવર્ષે જુદી-જુદી થીમ રાખવામાં આવે છે. 2025ની થીમ "સેવાઓની ઍક્સેસ - આપત્તિઓ અને કટોકટીમાં માનસિક સ્વાસ્થ્ય" છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )