આજકાલ ડાયાબિટીસ એક સામાન્ય બીમારી બની ગઈ છે, પરંતુ તેના આહારને લઈને લોકોમાં હજુ પણ ઘણી મૂંઝવણો પ્રવર્તે છે. ખાસ કરીને, ડાયાબિટીસના દર્દીઓએ દૂધ પીવું જોઈએ કે નહીં તે અંગે મોટો વિવાદ છે. ઘણા લોકો એવું માને છે કે દૂધ પીવાથી બ્લડ સુગર વધે છે, તેથી તેઓ ડેરી પ્રોડક્ટ્સ બંધ કરી દે છે, જ્યારે કેટલાક લોકો બેફામ દૂધ પીતા રહે છે. શું ખરેખર ડાયાબિટીસમાં દૂધ પીવું સલામત છે. આ બાબતે જાણીતા નિષ્ણાત ડોકટરએ પોતાનો મહત્વનો અભિપ્રાય રજૂ કર્યો છે. ડૉક્ટરના મતે ડાયાબિટીસમાં બ્લડ સુગર નિયંત્રણમાં રાખવું જરૂરી છે. જાણો દૂધથી સુગર વધે કે નહી.


શું ડાયાબિટીસમાં દૂધ પીવું ખરેખર અસલામત છે?

ડોક્ટર કહે છે કે દૂધમાં કુદરતી સુગર એટલે કે લેક્ટોઝ હોય છે, જે બ્લડ સુગરમાં સામાન્ય વધારો કરી શકે છે. પરંતુ, તેનો અર્થ એ બિલકુલ નથી કે તમારે દૂધ પીવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ. દૂધ એ પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન B12 જેવા આવશ્યક પોષક તત્વોનો ભંડાર છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેથી, આહારમાંથી દૂધને સંપૂર્ણપણે દૂર કરવાને બદલે તેને નિયંત્રિત માત્રામાં પીવું વધુ હિતાવહ અને સુરક્ષિત છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે કયું દૂધ બેસ્ટ?

ડાયાબિટીસમાં તમે કેવા પ્રકારનું દૂધ પસંદ કરો છો તે બાબત સૌથી વધુ મહત્વની છે. નિષ્ણાત ડોક્ટર કહે છે કે મારું માનવું છે કે ડાયાબિટીસના દર્દીઓએ હંમેશા ઓછી ચરબીવાળા (Low-fat) અથવા ટોન્ડ દૂધ પીવું જોઈએ. તેમાં કેલરી અને ફેટ બંને નિયંત્રણમાં હોવાથી બ્લડ સુગર અચાનક વધતી નથી. વધુ ચરબીવાળું ભેંસનું દૂધ, ફ્લેવર્ડ મિલ્ક કે ખાંડવાળા મિલ્કશેકનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ.

દિવસમાં કેટલું દૂધ પીવું યોગ્ય છે?

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ડાયાબિટીસના દર્દીઓ દિવસ દરમિયાન ૧ થી ૨ ગ્લાસ લો-ફેટ દૂધ આરામથી પી શકે છે. જો તમારું શુગર લેવલ વધારે રહેતું હોય, તો દિવસમાં એક જ ગ્લાસ દૂધ પૂરતું છે. દૂધ પીતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેમાં ખાંડ કે કોઈ આર્ટિફિશિયલ સ્વીટનર પાવડર ન ઉમેરવો. દૂધ સાથે કોઈપણ હેલ્થ સપ્લીમેન્ટ લેતા પહેલાં હંમેશા ડૉક્ટરની સલાહ લો.

ડાયાબિટીસમાં સંતુલન છે જરૂરી

ડોકટરે કહે છે કે ડાયાબિટીસ દર્દીઓએ મોટા જોખથી બચવા બધું છોડે દે છે. પરંતુ આમ, કરવાના બદલે તેઓએ સંતુલન (Balance) જાળવવું સૌથી મહત્વપૂર્ણ છે. કોઈપણ ખોરાક કઈ માત્રામાં અને કઈ રીતે લેવો તેની સમજ હોવી જરૂરી છે. દૂધને ડર્યા વિના સંતુલિત આહારનો ભાગ બનાવો, તે તમારા શરીરને નુકસાન પહોંચાડવાને બદલે ફાયદો કરાવશે.


આ પણ વાંચો : Mango and Diabetes: ડાયાબિટીસના દર્દી દરરોજ કેટલી ખાઈ શકે છે કેરી, જાણો ડાયેટિશિયને શું આપી ટીપ્સ?

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


  • Follow us on: