દરવર્ષે 25 ડિસેમ્બરના દિવસે ક્રિસમસ તહેવાર મનાવવામાં આવે છે. ક્રિસમસ તહેવાર બાળકોને વધુ પસંદ છે. કારણ કે તેમને આ તહેવારમાં એક સરપ્રાઈઝ ગિફ્ટ મળે છે. આ તહેવારમાં લાલ કપડાં પહેરેલ સાન્તા બાળકોને તેમની મનપસંદ ગિફ્ટ આપે છે. ઘણા ઘરોમાં લોકો સાન્તા સિક્રેટ ગેમ રમે છે. ભારતમાં આજે આ તહેવાર ફક્ત ઘર પૂરતો સીમિત ના રહેતા લોકો ઓફિસમાં પણ તેની ઉજવણી કરવા લાગ્યા છે. ઓફિસમાં પણ સિક્રેટ સાન્ટા ગેમ રમવામાં આવે છે અને લોકો સુંદર ગિફ્ટ લઈ આનંદ અનુભવે છે. 


ક્રિસમના તહેવારમાં સિક્રેટ સાન્ટાનો ટ્રેન્ડ

પરંતુ ક્રિસમના તહેવારમાં આ ગિફ્ટ ના આપવી જોઈએ તેવું લોકો કહે છે. કારણ કે આ ભેટ તેમના માટે નુકસાન કારક મનાય છે. આ ભેટોને સિક્રેટ સાન્ટા માટે સૌથી ખરાબ ક્રિસમસ ભેટ માનવામાં આવે છે. જો તમે પણ ક્રિસમસ તહેવારમાં સિકેટ સાન્ટા ગેમ રમવાના હોય તો આટલું જરૂર જાણી લો. તમારે એટલું જાણવું જોઈએ કે સિક્રેટ સાન્ટા બનીને કઈ ભેટ ન આપવી જોઈએ. સિક્રેટ સાન્ટા પર નાના બાળકોથી લઈને યુવાનો માટે ગિફ્ટ હોય છે. એટલે તમારે ગિફ્ટ માટે ચોક્કસ પ્રકારની વસ્તુઓને પસંદ કરવી જોઈએ. આ પહેલા જાણી લોકો ક્રિસમસમાં સિક્રેટ સાન્ટામાં કઈ ગિફ્ટ ના આપવી.

સિક્રેટ સાન્ટામાં આ ગિફ્ટ ના આપવી જોઈએ

આ તહેવારમાં જો તમે કોઈને ફોટો ફ્રેમ ભેટ આપવાનું વિચારી રહ્યા છો, તો આ વિચાર છોડી દો. 200-300 રૂપિયામાં ખરીદવામાં આવતી આ ગિફ્ટ બહુ ઉપયોગી નથી. લોકો થોડીવારમાં જ તેને ફેંકી દે છે. કોઈની પસંદગી ખબર ના હોય તો પરફ્યુમ ભેટમાં ન આપો. લોકો તેમને ગમતા પરફ્યુમ પહેરે છે, અને દરેકને એકસરખી સુગંધ ગમતી નથી. તેથી, તમારા નજીકના વ્યક્તિને આ પરફ્યુમ ભેટમાં આપવાનું ટાળો. કોઈ પણ સિક્રેટ સાન્ટા પાસેથી હેર ટ્રીમર કે શેવિંગ રેઝર જેવી ભેટો મેળવવા માંગતું નથી. તમારે સ્કિનકેર પ્રોડક્ટ્સ ભેટમાં ન આપવી જોઈએ કારણ કે સ્કિનકેર દરેક વ્યક્તિની ત્વચાના પ્રકાર પર આધારિત હોય છે

  • Follow us on: