રક્ષાબંધનએ ભાઈ અને બહેન વચ્ચેના અનોખા બંધનનો સુંદર તહેવાર છે. આ તહેવારમાં બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ તેની રક્ષા કરવાનું વચન લે છે. ભાઈ આ તહેવારને વધુ ખાસ બનાવવા બહેનને સુંદર ભેટ આપે છે. રક્ષાબંધન એટલે ભેટોની આપ-લે કરવાની સુંદર અવસર. આ તહેવારમાં તમે ભાઈનું વેલકમ ડ્રીંકસથી સુંદર સ્વાગત કરી શકો છો. તમે આ વિવિધ પ્રકારના વેલકમ ડ્રીંકસ બનાવી તહેવારને વધુ ખાસ બનાવી શકો છો. રક્ષાબંધન તહેવારની ઉજવણીની તમે આ ડ્રિંકસ સાથે શાહી શરૂઆત કરો.


ગુલાબ બદામ મિલ્ક: આમાં બદામ અને ગુલાબનું મિશ્રણ કરી વેલકમ ડ્રિંકસ તૈયાર કરો. આ ડ્રિંકસમાં ઠંડુ દૂધ અને થોડું ગુલાબનું શરબત લો અને પછી તેમાં બદામ છીણીને નાખો. આ ડ્રિંકસે થોડી જ મિનિટમાં તૈયાર કરી શકશો. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા અંદર ઇલાયચી પાઉડરની સાથે ખાંડ કે મધ નાખો.

પાઈનેપલ મિન્ટ મોજીટો : આ ડ્રિંકસ એનર્જી આપશે. આ ડ્રિંકસ બાળકોથી લઈને મોટી ઉમંરનો લોકોને પસંદ આવશે. આ ડ્રિંકસમાં વધુ માત્રામાં પાઈનેપલનો રસ, ફુદીનાના પાન, લીંબુના ટુકડા, કાળું મીઠું, સોડા અને બરફના ટુકડાને મિક્સ કરો. ગરમ હવામાનમાં આ ડ્રિંકસ વધુ રાહત આપશે.

ચોકલેટ-ડેટ મિલ્કશેક : ચોકલેટ તમામ લોકોની પ્રિય છે. તમારા ભાઈ અને તેમના બાળકોને ચોકલેટ પસંદ હોય તો એક સંપૂર્ણ ભેટ હશે. આ ડ્રિંકસમાં ઠંડું દૂધ, નરમ ખજૂર, કોકો પાવડર અથવા ઓગાળેલી ચોકલેટ અને મધની સાથે બદામ અથવા કાજુ સહિતની તમામ સામગ્રીને મિકસરમાં બ્લેન્ડ કરો ડ્રિંકસ તૈયાર કરો. તમે છેલ્લે આમાં ચોકલેટ સીરપના થોડા ટીપાં પણ નાખી શકો છો.

  • Follow us on: