રક્ષાબંધન તહેવારને હવે ગણતરીના દિવસ બાકી છે. ભાઈ અને બહેનને સમર્પિત આ તહેવારની દેશભરમાં ઉજવણી થશે. બજારમાં પણ તહેવારની ખરીદી લઈને ભીડ જોવા મળી છે. મીઠાઈની દુકાનો અને રાખડીના સ્ટોલ પર લોકો ખરીદી કરવા ઉમટી પડયા. રક્ષાબંધન પર્વની ઉજવણીને લઈને લોકોમાં ઉત્સાહ અને ઉર્જાનો માહોલ જોવા મળી રહ્યો છે. રક્ષાબંધન પર બહેનને અમૂલ્ય ભેટ આપી તમે આ તહેવારને ખાસ બનાવી શકો છો.
તહેવારને બનાવો વધુ યાદગાર













